ગુજરાતમાંથી પણ હેવ વેક્સિન લીધા બાદ શરીર ઉપર, સિક્કા, ચાવી, વાસણો અને મોબાઈલ ચિપકવાની ઘટનાઓ આવી સામે

સોશિયલ મીડિયા ઉપર અને સમાચારોમાં વેક્સિન લીધા બાદ લોકોના શરીરમાં ચુમ્બકીય પાવર હોવાની ઘણી જ અફવા ફેલાઈ રહી રહે છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોઈએ છીએ. ઘણા દાવાઓ ખોટા હોવાનું પણ સામે આવે છે, પરંતુ હાલ ગુજરાતમાંથી પણ આવી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે લોકો પણ વિચારમાં પડી ગયા છે.

આ બાબતે મળી રહેલ માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને ધ્રાંગધ્રામાં કોરોના વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય બનાવ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મૂળીના બે વ્યક્તિના અને ધ્રાંગધ્રાના બે વ્યકિતના શરીરમાં વેક્સિન લીધા બાદ ચાવી, મોબાઇલ અને ચમચી સહિતની ચીજવસ્તુઓ ચોંટતી હોવાનો બનાવથી લોકોમાં અચરજ ફેલાઈ રહ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર દુધઈ ગામના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાના પરિવારમાં વેક્સિન લીધેલા 2 વ્યક્તિઓને વેક્સિન લીધા બાદ તેમનું બોડી જાણે ચુંબકિય થઈ ગયું હોય એવું વીડિઓમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. તો આ ઉપરાંત રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો પ્લાસ્ટિકની વસ્તુ, ચાવી, કિચન મોબાઈલ સહિતની અનેક ચીજવસ્તુઓ એમના બોડી સાથે ચોંટી જાય છે. જ્યારે ઘસીને બોડી સાફ કર્યા પછી પણ આ બધી જ વસ્તુઓ એમના બોડી સાથે ચોંટી જતુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના એક વ્યક્તિના શરીરમાં પણ કોરોના વેક્સિન બાદ ચીજવસ્તુઓ ચોંટતી હોવાની વિગતો સામે આવી છે. તો આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનથી આવુ થવુ સંભવ ન હોવાની જાણકારી આપવામાં આવી હતી. 56 વર્ષના એક વૃદ્ધનો પણ વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમના શરીર ઉપર પણ ચમચી, સિક્કા અને બીજી કેટલીક વસ્તુઓ ચોંટતી હોવાનું સામે આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ પહેલા પણ નાસીક્માંથી એક વીડિયો વાયરલ થયો હતો જેમાં શરીરમાં ચુંબકીય શક્તિ પેદા થઇ હોવાનું પણ દાવો કરવામાં આવ્યો હતો. તો આ ઉપરાંત ઉદેયપુરના નરોત્તમ ગૌડ અને તેમના 11 વર્ષના પૌત્ર યશ દ્વારા પણ આ દવાની પોલ ખોલવામાં આવી હતી, જેમાં નરોત્તમને શરીર ઉપર વસ્તુઓ ચોંટ્યા બાદ તેમને 11 વર્ષના પૌત્ર યશના શરીર ઉપર પણ આ ટ્રાય કર્યું હતું, જેના બાદ યશના શરીર ઉપર પણ તે બધી જ વસ્તુઓ ચિપકવા લાગી હતી, જયારે યશે હજુ સુધી કોરોનાની વેક્સીન નહોતી લીધી.

આ બાબતે ઘણા લોકોનું માનવું છે કે આ બધું પરસેવાના કારણે થઇ રહ્યું છે, તો ઘણા લોકો એમ પણ માની રહ્યા છે કે આ વેક્સિનના કારણે થાય છે, શરીરમાં ખરેખર ચુંબકીય શક્તિ ક્યાંથી આવી રહી છે તે અંગેની સાચી હકીકત તો ડોકટરો અને તજજ્ઞો દ્વારા જ મળી શકે છે.

આ પહેલા પણ નિષ્ણાતો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે ફોરેન બોડીના કારણે આમ બની શકે છે. લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર દિનેશ જિંદલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોખંડની ખીલી અથવા બોલ્ટ ગળી જવાના કારણે અથવા તો શરીરમાં ફ્રેક્ચર બાદ રોડ લગાવવાના કારણે ફોરેન બોડી કેટેગરીમાં આવે છે. જેના કારણે શરીરમાં મેટલ રહેલું હોય છે. એવા કિસ્સામાં આવું બનવું સંભવ છે. જોકે તબીબોએ પણ લોકોને અપીલ કરી છે કે વેક્સિન સુરક્ષિત છે અને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે જણાવ્યું છે.

Niraj Patel