કોલેજ જતા સમયે બસમાં યુવતી સાથે થઇ મુલાકાત, ધીમે ધીમે વધ્યો પ્રેમ અને હવે બંધાઈ ગયા જન્મો જન્મના બંધનમાં, જુઓ સ્વીટ લવ સ્ટોરી

પ્રેમ એક એવું બંધન છે જે કોની સાથે ક્યારે બંધાઈ જાય કોઈને ખબર નથી હોતી, ફિલ્મોમાં આપણે ઘણી એવી પ્રેમ કહાનીઓ જોઈ હશે જે રસ્તા ઉપર ચાલતા ચાલતા બંધાઈ જતી હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ પ્રેમ કહાની વાયરલ થઇ રહી છે, જે બસમાં બની હતી અને હવે છેક લગ્નના બંધન સુધી બંધાઈ ગઈ.

છોકરો અને છોકરી યુનિવર્સિટીની બસમાં મળ્યા. બંને વચ્ચે વાતચીત ચાલુ રહી. આ પછી છોકરો છોકરીને પ્રપોઝ કરે છે અને પછી બંને રિલેશનશિપમાં રહેવા લાગે છે. પછી કપલ લગ્ન કરે છે. પરંતુ લગ્ન દરમિયાન છોકરો છોકરીના ચરણસ્પર્શે છે, જે ઘણાના દિલને સ્પર્શી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે. આ કપલની ‘લવ સ્ટોરી’ પણ ઘણી રસપ્રદ છે.

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલી લવ સ્ટોરી દિતિ ગોરાડિયા રોય અને અર્ણવની છે. દિતિ અને અર્ણવ યુનિવર્સિટીની બસમાં મળ્યા હતા. બસમાં અર્ણવ દિતિની બાજુમાં જ બેઠો હતો. આ દરમિયાન તેણે દિતિના ખભા પર હાથ મૂકીને કહ્યું, ‘તું તો દિતિ છે ને? મને લાગે છે કે હું તમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરું છું. આ પછી દિતિ અને અર્ણવ વચ્ચે વાતચીત શરૂ થઈ. બંનેએ સાથે કોફી પીધી અને પછી બંને પ્રેમમાં પડ્યા.

થોડા દિવસો પછી, અર્ણવ દિતિના ઘરે ગયો અને કપલ લોબીમાં બેસીને લાંબો સમય વાતો કરતા રહ્યા. દિતિએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ તેના માટે શ્રેષ્ઠ લાગણી હતી. અર્ણવે 18 નવેમ્બર 2017ના રોજ દિતિને પ્રપોઝ કર્યું હતું. આ પછી કપલે જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું.

 

View this post on Instagram

 

A post shared by WedMeGood (@wedmegood)

આ કપલે તેમના માતા-પિતાને પણ તેમના સંબંધો વિશે જણાવ્યું હતું. ચાર વર્ષ પછી, નવેમ્બર 2021ના ​​રોજ કપલે લગ્ન કર્યા. ખાસ વાત એ છે કે જે તારીખે અર્ણવે તેને પ્રપોઝ કર્યું હતું એ જ તારીખે બંનેએ લગ્ન પણ કર્યા હતા. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

દિતિની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ, તે બેંકિંગ વિશ્લેષક અને ડિજિટલ સર્જક છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 21 હજારથી વધુ ફોલોઅર્સ છે. આ વીડિયો તેણે પોતાના એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જો કે, આ કપલનો તે વીડિયો ઘણી હેડલાઈન્સમાં આવી રહ્યો છે, જેમાં અર્ણવ તેમના ચરણસ્પર્શ કરતો જોવા મળે છે.

Niraj Patel