કન્યાના વિદાય પ્રસંગે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો વરરાજા, લોકોએ કહ્યું, “આ ભાઈને જોરનો ઝટકો કંઈક વધારે જ જોરથી લાગી ગયો છે…”જુઓ વીડિયો

લગ્ન બાદ ચાલી રહી હતી કન્યાની વિદાય, રડતા રડતા કન્યા તેના પતિ સાથે જતી હતી ત્યાં જ વરરાજાએ પોક મૂકી અને રડવાનું કર્યું ચાલુ, જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઠેર ઠેર સંખ્યાબંધ લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં ઉપર પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા જોવા મળે છે, ઘણા વીડિયોની અંદર લગ્નના અલગ અલગ રીતિ રિવાજો જોવા મળે છે, તો ઘણા વીડિયોની અંદર મસ્તી મજાક પણ જોવા મળે છે.

પરંતુ લગ્નની અંદર એક ક્ષણ એવી આવે છે જયારે સૌ કોઈની આંખોમાં આંસુઓ હોય છે, અને આ ક્ષણ છે કન્યા વિદાયની. જયારે કન્યા પિયરથી સાસરે જતા સમયે પોતાના પિયરજનો અને માતા-પિતાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગતી હોય છે, આ દરમિયાન ત્યાં ઉપસ્થિતિ સૌ લોકોની આંખોમાં પણ આંસુઓ આવી જતા હોય છે, પરંતુ હાલ જે વિદાયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે તમને ભાવુક નહીં પરંતુ પેટ પકડીને હસવા માટે મજબુર કરી દેશે.

વાયરલ થયેલો આ વીડિયો દુલ્હનની વિદાય સમયે શૂટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કે જ્યારે દુલ્હનની વિદાય થઈ રહી છે, ત્યારે વરરાજા અચાનક કેમેરા તરફ જુએ છે અને રડવા લાગે છે. આ જોઈને દુલ્હન પહેલા તો ચોંકી જાય છે. પરંતુ જ્યારે તેને લાગે છે કે વર જાણી જોઈને આવું કરી રહ્યો છે, ત્યારે તે હસી પડે છે. આ પછી તે પોતાની જાતને રોકી શકતી નથી અને પેટ પકડીને હસવા લાગે છે. વરરાજાની હરકતો જોઈને ત્યાં હાજર મહેમાનોના ચહેરા પર પણ હાસ્ય ફરી વળે છે.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે “લગ્નના લાડુ અને ડ્રામા તેની ટોચ પર છે. વીડિયોમાં વરરાજા પણ આવું જ કરતા જોવા મળે છે. ભલે કેટલાક લોકોને આ ઓવર એક્ટિંગ લાગતું હોય, પરંતુ આ ક્ષણ એટલી ખાસ છે કે કોઈપણ વર તેના ભાવિ બલિદાન માટે આ કરવા માટે તૈયાર છે. અહીં પણ છોકરો કંઈક આવું જ કરે છે.

દુલ્હા અને દુલ્હનનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર witty_wedding નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. એડમિને કેપ્શનમાં લખ્યું છે કે, ‘જે લગ્નના લાડુ ખાય છે,અને જે ના ખાવાનો અફસોસ કરે છે, તેને પણ પસ્તાવો થાય છે.’ આ સાથે લખ્યું છે કે, જે દુલ્હન પોતાના વરને રડાવવા જઈ રહી છે. એક દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે.

Niraj Patel