વિદાયની અંદર પહેલા ધ્રુસકે ધ્રુસકે રડી કન્યા, પછી વરરાજા એવું રડ્યો કે કન્યા પણ હસવા લાગી, વીડિયો થયો વાયરલ

લગ્ન એક ખુશીઓથી ભરેલો પ્રસંગ છે, પરંતુ લગ્નમાં એક ક્ષણ એવી આવે છે જયારે હાજર તમામ લોકો આંસુઓથી છલકાઈ જાય છે, આ ક્ષણ છે કન્યા વિદાયની જ્યાં, પથ્થર જેવો બાપ પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી જાય છે, તો કન્યાનું તો કહેવું જ શું ? સોશિયલ મીડિયા ઉપર પણ વિદાયના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે પણ ભાવુક થઇ જઈએ. (તમામ તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડીયો વાયરલ થઇ રહ્યો છે, પરંતુ આ વીડિયોની અંદર દૃશ્ય ઊંધું જોવા મળી રહ્યું છે. કારણ કે વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર કન્યા રડતી નથી હસતી નજર આવી રહી છે અને વરરાજા રડતો નજર આવી રહ્યો છે. તો પાછળ તેની સાળીઓ તેનો મજાક ઉડાવતી પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ankushsaxena17 (@ankushsaxena17)

ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોન અંદર જોઈ શકાય છે કે વિદાય બાદ કન્યા પોતાના સાસરે જઈ રહી છે, આ દરમિયાન તેનો પતિ પણ તેની સાથે ચાલી રહ્યો છે, અચાનક વરરાજા મોબાઈલ ઊંચો કરી વીડિયો બનાવે છે અને વીડિયોમાં તે રડતો જોવા મળે છે, તેને આમ કરતા જોઈને દુલ્હન હસવા લાગે છે તો તેની પાછળ ચાલતી વરરાજાની સાળીઓ પણ હસી હસીને જીજાજીનો મજાક ઉડાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ankushsaxena17 (@ankushsaxena17)

સોશિયલ મીડિયામાં હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો કોમેન્ટ કરીને હસવાના ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. તો ઘણા લોકો આ વીડિયોને શેર પણ કરવા લાગ્યા છે. તમને પણ આ વીડિયોને ખુબ જ મજા આવશે.

Niraj Patel