VIDEO: દુલ્હો ખવડાવી રહ્યો છે તેની દુલ્હનને લગ્નના દિવસે પાણી પુરી, પછી અચાનક…

પકોડી એક એવી વસ્તુ છે જેનું નામ સાંભળીને જ મોંમા પાણી આવી જાય છે. પકોડીના તમે ઘણા શોખીન જોયા હશે, જે પકોડી ખાવા માટે હંમેશા ઉતાવળા જ રહેતા હોય છે. પરંતુ શું તમે કોઇ દુલ્હનને તેના લગ્નમાં મજાથી પકોડી ખાતી જોઇ છે. ? જો નથી જોઇ તો જોઇ લો. સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દુલ્હો તેની દુલ્હનને તેના હાથથી પકોડી ખવડાવી રહ્યો છે અને દુલ્હન મજાથી ખાઇ રહી છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, દુલ્હા દુલ્હન પકોડીના સ્ટોલ આગળ ઊભા છે. બંનેના ગળામાં વરમાળા પહેરેલી છે અને બંને તેમના લગ્નના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા  છે. આ દરમિયાન દુલ્હો દુલ્હનને તેના હાથથી પકોડી ખવડાવી રહ્યો છે. દુલ્હન પણ દુલ્હાના હાથથી પકોડી એન્જોય કરતી જોવા મળી રહી છે. તમે પણ જુઓ દુલ્હા-દુલ્હનનો આ ક્યુટ વીડિયો.

 

View this post on Instagram

 

A post shared by 🖤Annie 🖤 (@arushi_rajput_10)

આ ઉપરાંત બીજો એક વીડિયો પણ લગ્નનો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દુ્લ્હા-દુલ્હન સ્ટેજ પર બેઠેા જોવા મળી રહ્યા છે અને મિત્રો આવીને દુલ્હનને ગિફટ આપે છે અને તેમાંથી વેલણ નીકળે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, દુલ્હન પણ દુલ્હાને મારવાની એક્ટિંગ કરી રહી છે અને વેલણ બતાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by 🖤Annie 🖤 (@arushi_rajput_10)

Shah Jina