દુલ્હાએ ટ્રેક્ટરવાળા JCBથી મારી ગ્રૈંડ એન્ટ્રી, વાયરલ વીડિયો જોઇ લોકોએ લીધી મજા
JCB પર દુલ્હાએ મારી ધાંસૂ એન્ટ્રી, વીડિયો મચાવી રહ્યો છે સોશિયલ મીડિયા પર તહેલકો
ફરી એકવાર લગ્નની સિઝન ચાલુ થઇ ગઇ છે અને સોશિયલ મીડિયા પર દુલ્હા-દુલ્હનની એન્ટ્રીથી લઇ ઘણા બધા વીડિયો પણ અવાર નવાર વાયરલ થતા રહે છે. હિંદુ ધર્મની પરંપરા અનુસાર વરરાજા ઘોડા પર બેસી લગ્નની જાન લાવે છે. તમે ઘણીવાર વરરાજાને ઘોડા પર લગ્નની જાન લઇ જતા જોયો હશે. પરંતુ શું તમે ક્યારેય વરરાજાને JCB પર એન્ટ્રી લેતા જોયો છે ?
દુલ્હાએ ટ્રેક્ટરવાળા JCBથી મારી ગ્રૈંડ એન્ટ્રી
જો ના, તો હાલમાં આવો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઇ ઘણા લોકો પોતાની હસી રોકી શકતા નથી. વાયરલ ક્લિપમાં દુલ્હો જુગાડવાળા ટ્રેક્ટર JCBમાં બેસેલો જોવા મળી રહ્યો છે. જેસીબીના લોડરમાં દુલ્હો ઊભેલો જોવા મળી રહ્યો છે. વરરાજા જુગાડુ ટ્રેક્ટર જેસીબીમાં છે અને નીચે હાજર સંબંધીઓ તેની તરફ જોઈ રહ્યા છે. જ્યારે કેટલાક વરરાજાની આ વિચિત્ર એન્ટ્રી ફોનમાં રેકોર્ડ કરી રહ્યા છે.
લોકોએ લીધી મજા
આ વીડિયોને @ck_official_555 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી છે. લાખો લોકોએ આ વીડિયો જોયો છે અને સેંકડો લોકો કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આને ભાઇ રોયલ એન્ટ્રી કહેવાય છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘પોતાના લગ્નમાં આવી એન્ટ્રી કોણ લે ભાઇ ?’ બીજા એક યુઝરે લખ્યું, ‘આ ધમાકેદાર એન્ટ્રી છે.’
View this post on Instagram