દુલ્હાએ દુલ્હનની માંગમાં ભર્યુ સિંદુર, પછી પોતાને સમજી લીધો શાહિદ કપૂર…કેમેરો જોઇ શરૂ કરી દીધી એક્ટિંગ- જુઓ વીડિયો

દુલ્હનની માંગ ભરતા ભરતા દુલ્હાએ કર્યુ ફિલ્મી કામ, પબ્લિક બોલી- ભગવાન મારા દેશને Reels થી બચાવી લો…

રીલ બનાવવા માટે દુલ્હનની માંગ ભરતા ભરતા દુલ્હાએ કર્યુ ફિલ્મી કામ, વીડિયો જોઇ હસી હસી પેટમાં દુખાશે…

આજકાલના છોકરા-છોકરીઓને સોશિયલ મીડિયા પર વાયરલ થવાનું એટલું ઘેલુ લાગ્યુ છે કે કહેવું જ શું…જેને જુઓ એ, મોટા હોય કે બાળકો બધા રીલ બનાવી રહ્યા છે. રીલ બનાવવા માટે તો લોકો પોતાની શરમ પણ ભૂલી બેઠા છે. ના જગ્યા જુએ છે, ના સમય…બસ ક્યાંય પણ ચાલુ પડી જાય છે.

દુલ્હનની માંગ ભરતા દુલ્હાએ કર્યુ ફિલ્મી કામ

છોકરાઓ તો છોકરીઓની જેમ મેકઅપ કરી અને સાડી પહેરી પણ રીલ બનાવી રહ્યા છે તો છોકરીઓ ભીડભાડ વાળી જગ્યા પર ડાંસ કરી કે પછી અજીબોગરીબ હરકતો કરે છે. સોશિયલ મીડિયાના આ દોરમાં પરંપરાઓ, રીતિ-રિવાજો અને માન્યતાઓ પર ઇન્ટરનેટનો ઘણો પ્રભાવ પડી રહ્યો છે. આજકાલ લોકો જે પણ કામ કરે છે તેને વાયરલ થવાના હિસાબે જુએ છે.

પોતાને સમજી લીધો શાહિદ કપૂર

લગ્નોમાં પણ તમે લોકોને રીલ્સ બનાવતા જોયા હશે, અને હવે તો આલમ એ છે કે દુલ્હા-દુલ્હન પણ રીલ્સ બનાવવાથી બાજ નથી આવી રહ્યા. ત્યારે હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જઇ શકાય છે કે દુલ્હો દુલ્હનની માંગ ભરતા ભરતા વિવાહ ફિલ્મના ગીત પર રીલ બનાવી રહ્યો છે. એવું લાગી રહ્યુ છે કે દુલ્હો પોતાને શાહિદ કપૂર સમજી એક્ટિંગ કરી રહ્યો છે.

લોકોએ કમેન્ટ્સ કરી વીડિયો પર આપી પ્રતિક્રિયા

દુલ્હન પણ પતિની આ હરકત જોઇ હેરાન નજર આવી રહી છે, પણ તે આપત્તિ નથી જતાવી રહી. હેરાનીની વાત તો એ છે કે પાછળ પરિવારના બીજા સભ્યો પણ જોવા મળી રહ્યા છે જેમના ચહેરા પર કોઇ રિએક્શન જ નથી. આ વીડિયોને લાખોમાં વ્યુઝ મળ્યા છે, જ્યારે ઘણા લોકોએ કમેન્ટ્સ કરી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને કપલને ટ્રોલ કરી રહ્યા છે.

Shah Jina