ટેણીયાને બેસાડ્યું ખભાની ઉપર અને પછી ઉભી થઇ ગઈ પતિના પેટ પર, દોરડા કુદવાનો આ વિચિત્ર વીડિયો થયો વાયરલ
Jumping Rope Athlete Faimly Video : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને આપણા પણ હોશ ઉડી જાય. ત્યારે ઘણીવાર જિમ અને કસરત કરતા વીડિયો પણ વાયરલ થતા હોય છે, હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં દોરડા કૂદની એક રીત જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ મોઢામાં આંગળા નાખી ગયા.
પત્ની અને દીકરા સાથે કર્યો સ્ટન્ટ :
વાયરલ થઇ રહેલો આ વીડિયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ વિજેતા જોરાવર સિંહનો છે, તેને સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી છે, વાયરલ થઈ રહેલી આ ક્લિપમાં જોરાવર સિંહ તેની પત્ની અને દીકરા સાથે છે. આમાં જોરાવર પહેલા જમીન પર સૂઈ જાય છે. પછી તેની પત્ની તેના દીકરાને ખભા પર લઈને તેની ઉપર ઊભી રહે છે. આ પછી ત્રણેય એકસાથે દોરડા કૂદવાનું શરૂ કરે છે. આ સ્ટંટનો વીડિયો ઈન્ટરનેટ યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આને શેર કરતી વખતે, જોરાવરે કેપ્શન આપ્યું છે “પાગલપનનું સ્તર.”
લાખો લોકોએ જોયો વીડિયો :
જોરાવર સિંહના ઇન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ છે અને લોકો તેના ફિટનેસ ચેલેન્જના વીડિયોને ખૂબ પસંદ કરે છે. 51 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને રમૂજી કોમેન્ટ્સ કરીને જોરાવર અને તેના ‘ફેમિલી સ્ટંટ’ની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી – તે દેશનો અસલી માર્વેલ મેન છે. અન્ય યુઝરે લખ્યું- કેટલી મહેનત અને પરફેક્શન. એક યુઝરે મજાક કરતા લખ્યું- આખા પરિવારને લાવવાનો હતો, ત્રણથી શું થાય ?
ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ :
જોરાવર સિંહ હંમેશા એથલીટ બનવા માંગતા હતા અને તેમનું સ્વપ્ન ડિસ્કસ થ્રોમાં જવાનું હતું. પરંતુ એક અકસ્માતમાં તેને સ્લિપ્ડ ડિસ્ક લાગી અને તેને લાંબા સમય સુધી ફિટનેસ એક્ટિવિટીઝથી દૂર રહેવું પડ્યું. જો કે, તેણે હાર ન માની અને આરામથી દોરડા કૂદવાનું તેની જીવનશૈલીમાં સામેલ કર્યું. સ્કિપિંગમાં તેણે નેશનલ ચેમ્પિયનશિપ અને પછી સાઉથ એશિયન ચેમ્પિયનશિપ પણ જીતી હતી. સ્કેટ પહેરીને દોરડા કૂદવા માટે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું ટાઇટલ જીત્યું છે. તેણે રોલર સ્કેટ પહેરીને 30 સેકન્ડમાં 147 સ્કીપિંગ કર્યા છે, જે દરેક માટે સરળ નથી.
View this post on Instagram