19 વર્ષની ઉંમરમાં જ થઇ ગયું માતા પિતાનું નિધન, પિતાનું બંધ પડેલી હોટલને દીકરાએ ફરીથી શરૂ કરી, લાખો લોકો કહાની જોઈને થયા ભાવુક, બોલ્યા “રિયલ હીરો”, જુઓ વીડિયો
19-year-old son started his father’s restaurant : વ્યક્તિના જીવનમાં ક્યારે મુશ્કેલીઓ આવી જાય કોઈ નથી જાણતું અને એટલે જ ઘણા પરિવારના એવા બાળકો હોય છે જે સમય પહેલા જ મોટા થઇને પોતાની જવાબદારીઓ સ્વીકારી પણ લેતા હોય છે. ઘણા બાળકોને બાળપણમાં જ માતા પિતાની છત્રછાયા છીનવાઈ જતી હોય છે અને નાની ઉંમરમાં જ પરિવારની જવાબદારીઓ આવી જાય છે, ત્યારે હાલ એવા જ એક 19 વર્ષના છોકરાની કહાની સામે આવી છે જે આંખોમાં આંસુઓ લાવી દેનારી છે.
19 વર્ષની ઉંમરમાં જ આવી જવાબદારી :
આ કહાની છે 19 વર્ષના સાગરની જેનું જીવન ગયા વર્ષે સંપૂર્ણપણે બદલાઈ ગયું, જ્યારે તેના માથેથી તેના માતા-પિતાનો પડછાયો ઉઠી ગયો. આ પછી, પોતાની અને તેની નાની બહેનની જવાબદારી તેના પર આવી અને તેણે તેના પિતાની એક નાનકડી રેસ્ટોરન્ટને ફરીથી શરૂ કરવાનું નક્કી કર્યું. સાગરના સંઘર્ષની કહાની ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને નાની ઉંમરમાં જીવનની જવાબદારી લેવા બદલ લોકો તેના વખાણ કરી રહ્યા છે.
વાયરલ થઇ કહાની :
@okaysubho અને @kolkatachitro_graphy એ સાગરની આ વાર્તા ઇન્સ્ટાગ્રામ પર શેર કરી, જેણે મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. આ ક્લિપ સાથે લખ્યું છે – “ટ્રેજેડીને સફળતામાં પરિવર્તિત કરવી. સાગર, એક 19 વર્ષનો યુવાન છોકરો જેણે બતાવ્યું કે સમર્પણ અને દ્રષ્ટિથી સફળતા મેળવી શકાય છે. સાગરે તેના સ્વર્ગસ્થ પિતાની રોડસાઇડ રાઇસ હોટેલ ફરી શરૂ કરી છે અને ધીમે ધીમે પોતાની એક રેસ્ટોરન્ટ ખોલવા તરફ આગળ વધી રહ્યો છે. ચાલો આ મહત્વાકાંક્ષી છોકરાને ટેકો આપીએ.”
અભિનેત્રીએ કર્યું તેને ત્યાં ભોજન :
વીડિયોમાં સાગર ભોજન રાંધતો, પ્લેટમાં સર્વ કરતો અને વાસણો જાતે ધોતો જોવા મળે છે. તે તેની નાની બહેનનું પણ ધ્યાન રાખે છે અને જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે કોમ્પ્યુટર ટ્રેનિંગ ક્લાસમાં પણ જાય છે. ફૂડ બ્લોગર્સ દ્વારા ફેમસ થયા બાદ બંગાળી એક્ટર સ્વસ્તિકા મુખર્જી પણ સાગરની દુકાન પર ફૂડ એન્જોય કરતી જોવા મળી હતી. સાગર સાથે અભિનેત્રીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને ત્યારથી યૂઝર્સ સાગરની મહેનત અને સંઘર્ષની પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram