ફ્રી સ્નેક્સથી લઇને સૂવા માટે રૂમ સુધી…Microsoft ના કર્મચારીઓને મળે છે આ સુવિધાઓ, વીડિયો જોઇ તમે પણ કહેશો નોકરી કરવી તો અહીંયા જ

ફ્રી ખાવાનું, સ્લીપિંગ રૂમ…માઇક્રોસોફ્ટની ઓફિસમાં કર્મચારીઓને મળે છે આ સુવિધા, ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ

ટેક દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટ તેની સર્વિસ માટે વિશ્વભરમાં જાણીતી છે. આ કંપનીના કર્મચારીઓને લગભગ બધું જ મળે છે. જેમ કે વિશાળ કેમ્પસ, ફ્રી રિફ્રેશમેન્ટ્સ, આરામ કરવા માટે રૂમ, વર્ક લાઈફ બેલેન્સ અને સૌથી અગત્યનું કામ કરવાની ફ્લેકસેબિલિટી. ત્યારે આને લગતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.

Microsoft ના કર્મચારીઓને મળતી સુવિધાઓ

વીડિયોમાં માઈક્રોસોફ્ટના કર્મચારીઓ કંપની દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે જણાવી રહ્યા છે. આ ઓફિસ હૈદરાબાદના 54 એકરમાં ફેલાયેલું કેમ્પસ દર્શાવે છે. જેમાં કોફી બ્રેક્સ માટે વધુ સારી જગ્યા અને દરેક ફ્લોર પર એક રેસ્ટોરન્ટ પણ છે. આ સિવાય ગમે ત્યાંથી કામ કરવાની આઝાદીથી તેમને વર્ક લાઇફ બેલેન્સ કરવામાં મદદ મળી રહી છે. આ બધા સિવાય ઓફિસમાં આરામ માટે એક રૂમ પણ છે.

લાખો લોકોએ જોયો વીડિયો

જણાવી દઇએ કે, આ વીડિયોને 1 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. કંપનીએ આ રીલ માટે પરવાનગી આપી હતી. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે- આ માઇક્રોસોફ્ટના કર્મચારીઓએ બનાવી. આ રીલ પર ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છએ. એક યુઝરે લખ્યું- અમે માઈક્રોસોફ્ટના કર્મચારી નથી, એટલે અમને બેશક જલન થઇ રહી છે.

વીડિયો જોયા પછી યુઝર્સની પ્રતિક્રિયા

અન્ય એક યુઝરે લખ્યું- અમે માઇક્રોસોફ્ટના કર્મચારી છીએ, તેથી અમારી પાસે ઓફિસમાં રીલ્સ બનાવવાનો સમય છે. અન્ય એકે લખ્યુ- હું ગૂગલનો કર્મચારી છું, હું માત્ર ખાવા જાઉ છું. અન્ય એક યુઝરે લખ્યું- અમે માઇક્રોસોફ્ટના કર્મચારી નથી. અમારી ઈચ્છા ઈન્ટરવ્યુમાં પાસ થવાની હોય છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો કંપનીની 54 એકરમાં વિશાળ હૈદરાબાદ ઓફિસમાં લેવામાં આવ્યો છે.

Shah Jina