વરરાજા કન્યાને ગયો મીઠાઈ ખવડાવવા, કન્યાએ ના ખાધી તો છુટ્ટો ઘા કર્યો, પછી કન્યાને પણ આવ્યો ગુસ્સો અને બન્યું એવું કે… જુઓ વીડિયો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નને લઈને પણ ઘન વીડિયો સોશિયલ મીડિયામાં રોજ વાયરલ થાય છે. ઘણા વીડિયોની અંદર હસી મજાક જોવા મળે છે તો ઘણા વીડિયો ભાવુક પણ કરી દેતા હોય છે. પરંતુ આપણા ભારતીયોમાં ઘણા લગ્નની અંદર ઝઘડા પણ થતા જોવા મળે છે. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે લગ્ન મંડપમાં સ્ટેજ ઉપર વર-કન્યા એક બીજાને મીઠાઈ ખવડાવી રહ્યા હોય તેની વિધિ ચાલી રહી છે. ત્યારે વરરાજા પોતાના હાથમાં મીઠાઈ લઈને કન્યાને ખવડાવવા માટે જાય છે. કન્યા સહજ મોઢું દૂર કરે છે અને મીઠાઈ નથી ખાતી જેથી વરરાજા તેના મોઢા ઉપર છુટ્ટી મીઠાઈ ફેંકે છે.

આ જોઈને કન્યાને પણ ગુસ્સો આવી જાય છે અને તે પણ બાજુની થાળીમાં રહેલી મીઠાઈ લઈને વરરાજા ઉપર ફેંકે છે, પરંતુ આ વખતે વરરાજા વધુ ગુસ્સે ભરાય છે અને કન્યાને છુટ્ટા હાથે મારવા લાગી જાય છે. ત્યારે આસપાસ ઉભેલા વર-કન્યાના સગા સંબંધીઓ વરરાજાનો ગુસ્સો શાંત કરવાના પ્રયત્નોમાં લાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકો આ વરરાજાના ગુસ્સાને ગેર વ્યાજબી પણ ગણાવી રહ્યા છે. તો ઘણા લોકો આવા વ્યક્તિ સાથે લગ્ન ના કરવાનું પણ જણાવી રહ્યા છે. આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તેના વિશેની કોઈ જાણકારી નથી મળી, પરંતુ લોકો આ વીડિયોને ખુબ જ ફોરવર્ડ પણ કરી રહ્યા છે.

Niraj Patel