સાડી પહેરેલા માજીએ ઊંચા બ્રિજ પરથી નદીમાં લગાવી એવી છલાંગ કે વીડિયો જોઈને IAS અધિકારીના હોશ પણ ઉડી ગયા… જુઓ

બ્રિજ ઉપર સાડી પહેરીને આવ્યા વૃદ્ધ માજી, પછી લોકોની સામે જ નદીમાં લગાવી દીધી છલાંગ અને પછી… જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર કઈ ઘટના ક્યારે વાયરલ થઇ જાય કોઈ નથી જાણતું. ઘણા એવા વીડિયો હોય છે જે રાતો રાત વાયરલ થઇ જતા હોય છે. જેમાં ઘણી એવી અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણા પણ હોશ ઉડી જતા હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો લોકોના હોશ ઉડાવવાનું કામ કરી રહ્યો છે.

તમે આજના સમયમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ઘણા લોકોને વિવિધ સ્ટન્ટ કરતા અને તેના વીડિયો બનવતા જોયા હશે. પરંતુ આ વીડિયોમાં એક માજી સાડી પહેરીને એવું કામ કરી રહ્યા છે કે તે જોઈને કોઈનો પણ પરસેવો છૂટી જાય. IAS અધિકારી સુપ્રિયા સાહુએ 6 ફેબ્રુઆરીએ ટ્વિટર પર આ પાવરફુલ વીડિયો શેર કર્યો હતો.

વાયરલ વીડિયોમાં સાડી પહેરેલી વૃદ્ધ મહિલાઓ થામીરાબારાની નદીમાં ડૂબકી મારતી જોઈ શકાય છે, તેમના હૃદયમાં કોઈ ડર નથી. ઊંચાઈ પર એક પુલ પર બેસીને આ મહિલાએ ડાઈવિંગ કરતા પહેલા અંતર માપતી જોવા મળે છે. તે પછી અચાનક તે કૂદી પડે છે અને પાણીમાં છાંટા દેખાય છે. લોકો પણ આ પરાક્રમ જોઈને ખૂબ જ આશ્ચર્યમાં છે.


આ વીડિયોની સાથે આઈએએસ અધિકારીએ કેપશનમાં લખ્યું છે, “તમિલનાડુમાં કાલ્લિદાઈકુરિચી ખાતેની તામીરાબારાની નદીમાં વિના પ્રયાસે ડૂબકી મારતી આ સાડી પહેરેલી વૃદ્ધ મહિલાઓને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. મને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમાં માહેર છે. કારણ કે તે નિયમિત છે. કાર્ય. પ્રેરણાત્મક વિડિયો.”

Niraj Patel