વાહ… આ કારીગરીને સલામ છે બોસ ! 20 કિલો પારલે-જી બિસ્કિટમાંથી બનાવ્યું ભવ્ય રામ મંદિર, કલાકારી જોઈને દંગ રહી જશો, જુઓ વીડિયો

અનોખી રામભક્તિ ! 20 કિલો પારલે-જી બિસ્કિટમાંથી બનાવી રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ, કરોડો લોકોએ જોયો વીડિયો, જોઈને તમે પણ અભિભૂત થઇ જશો, જુઓ

Grand Ram temple made with Parle-G : 500થી પણ વધુ વર્ષોની પ્રતીક્ષા બાદ દેશમાં બની રહેલા ભવ્ય રામ મંદિરને લઈને તમામ દેશવાસીઓ ખુબ જ ઉત્સાહિત છે અને હવે એ તારીખ પણ આવી ગઈ છે જયારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે. ત્યારે દેશવાસીઓ આ ખુશીને અલગ અલગ રીતે પણ વ્યક્ત કરતા જોવા મળે છે. જેમાં હાલ એક એવી જ ખુશી વ્યક્ત કરવાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ પારલે-જી બિસ્કિટ દ્વારા ભવ્ય રામ મંદિર બનાવી રહ્યો છે.

20 કિલો પારલે-જીનું રામ મંદિર :

આ વીડિયોને Instagram પર durgapur_times નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પારલે જી બિસ્કિટના ઘણા પેકેટ ખોલીને એક પછી એક ગોઠવી રહ્યો છે. ધીમે-ધીમે વિડિયો આગળ વધતાં ખબર પડે છે કે આ વ્યક્તિએ પાર્લે-જી બિસ્કિટ વડે અયોધ્યામાં બનેલા રામ મંદિરનો ચોક્કસ પ્રતિકૃતિ બનાવી છે અને તે ખૂબ જ સુંદર લાગે છે. આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિરની આ પ્રતિકૃતિ બનાવવા માટે વ્યક્તિએ 20 કિલો પારલે જી બિસ્કિટનો ઉપયોગ કરવો પડ્યો હતો.

કરોડો લોકોએ જોયો વીડિયો :

પારલે-જી બિસ્કિટથી બનેલા રામ મંદિરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને 66 લાખથી પણ વધુ લોકોએ લાઈક કર્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને કરોડો લોકો જોઈ પણ ચુક્યા છે. કેટલાક આ કલાકારના વખાણ કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે આ રીતે ભોજનનો બગાડ ન કરવો જોઈએ. ગમે તે હોય, રામ મંદિરની આ પ્રતિકૃતિ જોઈને લોકો ખુશ ખુશાલ થઇ રહ્યા છે.

લોકોને પસંદ આવી કારીગરી :

તમને જણાવી દઈએ કે અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈને ભક્તોની 500 વર્ષની રાહનો અંત લાવવા જઈ રહ્યા છે. અયોધ્યામાં આ રામ મંદિર 57400 ચોરસ મીટરમાં બનેલું છે. આ મંદિર 300 ફૂટ લાંબુ, 235 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું છે. આ વ્યક્તિએ પાર્લે-જી બિસ્કિટમાંથી આ ભવ્ય મંદિરનું લઘુચિત્ર સંસ્કરણ બનાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Durgapur Times (@durgapur_times)

Niraj Patel