ઇંસ્પેક્શન દરમિયાન ટીચરની અસલિયત આવી સામે, જાન્યુઆરીને JUNGU તો ફેબ્રુઆરીને લખ્યુ MUN

JUNGU…જાન્યુઆરી, 55 હજાર સેલેરીવાળી સરકારી ટીચર પાસે ગજબનું જ્ઞાન, લોકોએ પકડી લીધુ માથુ

જાન્યુઆરીને JUNGU તો ફ્રેબ્રુઆરીને MUN, ઇંસ્પેક્શન દરમિયાન પકડાયેલ સ્કૂલ ટીચરની હકિકત- વીડિયો વાયરલ

માતા, પિતા, ગુરુ (શિક્ષક)…તેમને ભગવાન કરતા પણ ઉપર ગણવામાં આવે છે. માતા-પિતા જન્મ આપે તો ગુરુ એ જન્મને સાર્થક કરે છે. શિક્ષકો એવા હોય છે કે જેઓ બાળકોને સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સમજાવીને પ્રગતિના પંથે માર્ગદર્શન આપે છે. ત્યાં શિક્ષણના વ્યવસાયને કલંકિત કરનારા લોકોના હાથમાં જો બાળકોનું ભવિષ્ય છોડી દેવામાં આવે તો તેમનું શું થશે ? આ સમયે વાયરલ થઈ રહેલો એક વીડિયો જોઈને તમે ચોંકી જશો.

ઇંસ્પેક્શન દરમિયાન ટીચરની અસલિયત આવી સામે

કારણ કે સરકારી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી અને મહિને 55 હજાર રૂપિયાનો પગાર મેળવતી મહિલા શિક્ષિકાની જો આ હાલત હોય તો બાળકોની શું હાલત હશે. વાયરલ થઈ રહેલો વીડિયો ઉત્તર ભારતમાં સરકારી શિક્ષક તરીકે કામ કરતી મહિલાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 20 વર્ષથી બાળકોને અંગ્રેજી શીખવી રહી છે. તેને મહિને 55 હજાર રૂપિયાનો પગાર મળી રહ્યો છે. જ્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ શાળામાં નિરીક્ષણ માટે ગયા ત્યારે ત્યાંના બાળકોની વર્તણૂક જોઈને શિક્ષકની ભણાવવાની પદ્ધતિની ચકાસણી કરવા માંગતા હતા.

જાન્યુઆરીને JUNGU તો ફ્રેબ્રુઆરીને MUN

જ્યારે શિક્ષકને ‘જાન્યુઆરી’નો સ્પેલિંગ પૂછવામાં આવ્યો ત્યારે તેણે બોર્ડ પર ‘JUNGU’ લખ્યું. મહિલા શિક્ષિકાનું આ જ્ઞાન જોઈને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @factszonee પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ગરીબ બાળકો… મને તેમના માટે દુઃખ થાય છે.” અન્ય એક યુઝરે લખ્યું, “આવા શિક્ષક પરીક્ષા કેવી રીતે પાસ કરે છે?”

 

View this post on Instagram

 

A post shared by Retro Human (@factszonee)

Shah Jina