તમારાથી વધારે કમાય છે આ પાણીપુરીવાળો ! શોક થઇ જશો એક દિવસની કમાણી જાણી
રોજ કેટલા કમાઇ લો છો ? પાણીપુરીવાળાએ આપ્યો એવો જવાબ કે સાંભળી લોકોનું મોં ખુલ્લુ રહી ગયુ
તમારામાંથી ઘણાને લાગતું હશે કે પાણીપુરી વેચવી એ બહુ મામૂલી કામ છે. જો કે, આ હકીકતને નકારી શકાય નહીં કે બાળકો અને મહિલાઓ સહિત મોટાભાગના લોકો પાણીપુરી ખાવાનું પસંદ કરે છે. જો તમને લાગતું હોય કે પાણીપુરી વેચવી એ નફાકારક વ્યવસાય નથી, તો તમે ખોટા છો. એક પાણીપુરીવાળાએ પોતે તેની કમાણી લોકોને જણાવી, જે બાદ તો ઇન્ટરનેટ પર બવાલ મચી ગઇ છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે પાણીપુરી વેચનારને પૂછે છે કે તમે એક દિવસમાં કેટલી કમાણી કરો છો?
કેટલા કમાય છે એક પાણીપુરીવાળો ?
તેના જવાબમાં તે કહે છે કે તે દરરોજ 2500 રૂપિયા કમાય છે. આ વીડિયોને 15 લાખથી વધુ લોકોએ જોયો છે. જો કે પાણીપુરી વાળાએ પોતાનું નામ જાહેર કર્યું નથી. આ વીડિયો પર ઘણા લોકો કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યુ, ‘તે ખૂબ જ મહેનત કરે છે. તેઓએ જાતે જ બધું તૈયાર કરવું પડે છે અને પછી આખો દિવસ ઊભા રહેવું પડે છે. આ સમજવા જેવી વાત છે. અન્ય એક યુઝરે લખ્યુ, ‘આવું કામ કરવું ઘણું મુશ્કેલ છે.
ઇન્ટરનેટ પર મચી બવાલ
ક્યારેક ગરમી, ક્યારેક ઠંડી તો ક્યારેક વરસાદ હોય છે. ઘણી વખત ચોર પૈસા લઈને ભાગી પણ જાય છે. બિલ્ડિંગની અંદર કામ કરવું સરળ છે.’ ત્યાં વધુ એક યુઝરે લખ્યું, ‘આ ખૂબ જ ખોટું છે. જો કોઈ આ વિડિયો જોઈને લૂંટી લે તો ? તમારે ઓછામાં ઓછું તેનો ચહેરો ન દેખાય તેવો કરવો જોઈએ. તેઓ ખૂબ જ મહેનત કરે છે અને તમે આ રીતે તેમની ઓળખ છતી કરીને તેમને જોખમમાં મૂકી રહ્યા છો.’
લોકોએ દૈનિક આવક પરથી કરી માસિક આવકની ગણતરી
જો કે, પાણીપુરી વાળાની માસિક કમાણી જાણ્યા પછી ઘણા લોકોએ ખુશી પણ વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ તો પાણીપુરી વેચવાવાળાની માસિક અને વાર્ષિક કમાણીની ગણતરી પણ કરી લીધી. તેઓએ કહ્યું કે જો તે રોજના 2500 રૂપિયા કમાય છે, તો મહિનાના 75000 રૂપિયા થાય. કેટલાક લોકોએ કહ્યું કે તેને ટેક્સ અને દુકાનનું ભાડું ચૂકવવું પડતું નથી, એટલે તે સારી એવી કમાણી કરે છે.
View this post on Instagram