ગર્લ્સ વચ્ચે બોલી ગઈ ધબધબાટી…છોકરીઓએ એકબીજાના ખેંચ્યા વાળ અને પછી દે ધનાધન…

આ કારણે એક છોકરીને વાળ પકડીને ધોઈ નાંખી, મોલનો વીડિયો વાયરલ

છોકરીઓને કારણે છોકરાઓ વચ્ચે મારામારી તો ઘણીવાર સાંભળવા અને જોવા મળ્યુ હશે, પરંતુ એક એવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જયાં એક બોયફ્રેન્ડ માટે બે છોકરીઓ મારામારી કરી રહી છે. આ મામલો બિહારના મુજફ્ફરપુરનો છે. એક મોલમાં બોયફ્રેન્ડ પર કમેન્ટ કરવાને લઇને છોકરીઓ ઝઘડી પડી. જોતજોતામાં જ બંને વચ્ચે મારપીટ પણ શરૂ થઇ ગઇ. આ દરમિયાન ત્યાં હાજર કોઇએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો, જે હાલ વાયરલ થઇ રહ્યો છે.

ઇંડિયા ટાઇમ્સ અનુસાર, વીડિયો સોમવારનો જણાવવામાં આવી  રહ્યો છે. તેમાં બે છોકરીઓ, એક છોકરી સાથે મારપીટ કરતી જોવા મળી. પાસે એક છોકરો પણ જોવા મળી રહ્યો છે. મારપીટ દરમિયાન છોકરીઓ એકબીજાને થપ્પડ મારી રહી છે. એટલું જ નહિ તે વાળથી એકબીજાને પકડી ખેંચી પણ રહી છે.

ખબર અનુસાર, આ મામલો એક મોલનો જણાવવામાં આવી રહ્યો છે. જયાં લોકોએ જોયુ કે આ મારામારી વધી રહી થે જેને કારણે લોકએ ઝઘડો જેમ તેમ કરી રોકાવ્યો અને પછી મામલો શાંત થયો. જો કે, આ વાયરલ વીડિયોની પુષ્ટિ ગુજ્જુરોકસ કરતુ નથી.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પોલિસનું કહેવુ છે કે, તેમની પાસે આવી કોઇ ફરિયાદ આવી નથી. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, કેવી રીતે છોકરીઓ ઝઘડી રહી છે. બંને એકબીજા પર હાથ ઉઠાવી રહી છે. વાળ ખેંચી રહી છે. વીડિયોમાં 4 છોકરીઓ અને એક યુવક જોઇ શકાય છે. ત્યાં પણ ઘણા લોકો હાજર છે.

Shah Jina