ભારતનો આ યુવક વિદેશમાં નીકળ્યો ભાડે ગર્લફ્રેન્ડ લઈને ફરવા માટે, પહેલા હોટલમાં લઇ ગયો જમવા અને પછી… જુઓ વીડિયો

આ દેશમાં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ, આ ભારતીય યુવકે બુક કરાવી મળવા ગયો, હોટલમાં જઈને ખાધું પીધું અને પછી… જુઓ વીડિયો

આપણા દેશમાં હરવા ફરવાના શોખીનો તમને ખૂણે ખૂણે મળી જશે. બહાર ફરવા  જઈએ ત્યારે આપણે ત્યાંથી કાર કે બાઈક ભાડા પર લેતા હોઈએ છીએ, પરંતુ હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં એક ભારતીય વિદેશમાં ફરવા જાય છે ત્યારે તે ભાડા પર ગર્લફ્રેન્ડ લે છે. આ સાંભળીને જ લોકોને નવાઈ લાગે છે, પરંતુ યુવકે પોતાના વીડિયોની અંદર આખી ઘટના જણાવી છે અને બતાવી છે.

આ નાજેદાર વીડિયોમાં યુટ્યુબર વિષ્ણુ સાહાને તેની ભાડે લીધેલી ગર્લફ્રેન્ડ સાથે દિવસ પસાર કરવાનો મોકો મળ્યો. તેણે એક યુટ્યુબ વિડિયોમાં જણાવ્યું કે કેવી રીતે કોઈ વ્યક્તિ ગર્લફ્રેન્ડ, પિતા, બહેન, માતા કે ભાઈને જાપાનમાં ભાડા પાર લઇ. વિષ્ણુ સાહાની યુટ્યુબ ચેનલનું નામ ‘વન્ડરિંગ મેનિયાક’ છે. વાયરલ વીડિયોમાં વિષ્ણુ તેની ગર્લફ્રેન્ડ યુમી સાથે રેસ્ટોરન્ટમાં જાય છે.

યુટ્યુબર વિષ્ણુ સાહાનું કહેવું છે કે તેણે જાપાનની રાજધાની ટોક્યોમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે છોકરીને તેની સાથે ડેટ પર જવા માટે પૈસા આપ્યા હતા. હા, જેને લોકો ‘ભાડાની ગર્લફ્રેન્ડ’ કહે છે. પોતાના વીડિયોમાં વિષ્ણુએ ખુલાસો કર્યો કે ત્યાં એક વેબસાઈટ બનાવવામાં આવી છે જેથી જે લોકો એકલતા અનુભવે છે અથવા તેમની પાસે સમય નથી તેઓ ભાડે લીધેલી ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરી શકે છે.

વેબસાઈટ પર યુઝરની જરૂરિયાત મુજબ સંબંધ ઉપલબ્ધ છે. જાપાન સરકારે પણ આ વેબસાઈટને માન્યતા આપી છે. વિષ્ણુ સાહાએ જાપાનની ફેમસ ગર્લફ્રેન્ડ રેન્ટલ વેબસાઈટ પરથી યુમી નામની યુવતીને ફોન કર્યો હતો. મુલાકાત પહેલા વિષ્ણુ ખૂબ જ ઉત્સાહિત દેખાયા. વિષ્ણુ યુમીને તાકાશી નામના જાપાની યુટ્યુબર સાથે મળે છે.

તાકાશીએ તેમના અનુવાદક તરીકે વિષ્ણુની મદદ લીધી અને બંનેને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરી. વીડિયોમાં સામે આવ્યું છે કે યુમી આ પ્રોજેક્ટ સાથે ત્રણ વર્ષથી જોડાયેલી છે. વિષ્ણુના જણાવ્યા અનુસાર, જાપાનમાં 20 થી 30 વર્ષની વયના લોકો અલગ જીવન જીવે છે. લોકો આ વિકલ્પનો ઉપયોગ કરી શકે તે માટે વેબસાઇટ બનાવવામાં આવી છે.

Niraj Patel