પેટ્રોલ પંપ ઉપર સ્કૂટર લઈને પેટ્રોલ ભરાવી રહી હતી યુવતી, ત્યારે જ બીજી છોકરી પાછળથી સ્કૂટર લઈને આવી, જુઓ હસી હસીને બઠ્ઠા વાળી દેનારો વીડિયો

સોશિયલ મીડિયામાં છોકરીઓના ડ્રાઈવિંગને લઈને ઘણા બધા વીડિયો અને મીમ બનતા હોય છે. ઘણા વીડિયોની અંદર જોવા મળે છે કે છોકરીઓ વાહન ચલાવતી વખતે એવા કામ કરે છે કે તે હાસ્યાસ્પદ બની જાય છે. હાલ પણ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે ઘટના પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી અને લોકો પણ હવે આ વીડિયોને જોઈને પેટ પકડીને હસી રહ્યા છે.

આ વીડિયોએ લોકોને વિચારમાં પાડી દીધા છે. જ્યારે એક પેટ્રોલ પંપ પર સ્કૂટી પર આવેલી એક યુવતીએ પોતાની સ્કૂટી પેટ્રોલ પંપના જ મશીન પર ચડાવી દીધી. આટલું જ નહીં, આ દરમિયાન બીજી ઘટના બની. અહીં સ્કૂટી પર બેઠેલી એક મહિલા પણ સ્કૂટી પરથી પડી ગઇ. આ ઘટનાના CCTV ફૂટેજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.

સીસીટીવી ફૂટેજને નજીકથી જોશો તો ખબર પડશે કે એક મહિલા સ્કૂટી પર બેસીને પેટ્રોલ ભરાવી રહી હતી. પેટ્રોલ ભરાવ્યા બાદ તે આગળ વધવા જતી હતી ત્યારે પાછળ એક વ્યક્તિએ યુવતીને સ્કૂટી આપી અને પેટ્રોલ ભરવા માટે આગળ જવા કહ્યું. છોકરીએ સ્કૂટી હાથમાં લીધી અને પછી ભૂલથી એક્સીલેટરનું હેન્ડલ તેના હાથમાંથી ફરતું ગયું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ દરમિયાન તે પોતાની જાત પર કાબુ ન રાખી શકી અને તેણે સીધી સ્કૂટી પેટ્રોલ પુરી રહેલા કર્મચારીના પગ વચ્ચે ઘુસાડી પેટ્રોલ પંપના મશીન સાથે અથડાવી. આ દરમિયાન માત્ર તે કર્મચારી જ નહીં પરંતુ નજીકમાં સ્કૂટી પર બેઠેલી મહિલા પણ ખરાબ રીતે પડી ગઈ હતી. થોડી સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક નાની ભૂલને કારણે બે લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે પરંતુ આ ઘટના વધુ ગંભીર બની શકતી હતી.

Niraj Patel