વાયરલ

ઘરની પાછળ છૂપાયેલો હતો સાપ, છોકરીએ પકડી પૂંછ તો છટપટાવીને કર્યુ એવુ… 80 લાખ વાર જોવામાં આવ્યો વીડિયો

છોકરીએ સાપ હાથમાં લીધો તો સાપે પૂંછડી છટપટાવી..પછી જે થયું- જુઓ વીડિયો

સોશિયલ મીડિયાની અંદર લોકો ફેમસ થવા માટે અવનવા અખતરાઓ કરતા હોય છે. આજકાલ લોકો કંઈક હટકે કરવા માંગતા હોય છે. જેના કારણે તે ચર્ચામાં આવે અને તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઇને તમે હેરાન રહી જશો.

સોશિયલ મીડિયા પર એક છોકરીના સાપ પકડવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સાપ ઘરની પાછળ પથ્થરો પાછળ છૂપાઇને બેસેલો છે. છોકરીએ થોડી જ સેકન્ડમાં તેના હાથમાં સાપ પકડી લીધો છે. એક બાજુ જયાં સાપને જોઇ લોકોની ધ્રુજારી જાય છે ત્યાં આ છોકરી ડર્યા વગર તેના હાથમાં સાપ પકડી લે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, પાછળ પડેલા પથ્થરો પાછળ સાંપ હતો, જેવી છોકરીની નજર પડી તો તેણે સંકોચ વગર તેની પૂંછને પકડી લીધી. સાપ પોતાને છોડાવવા માટે છટપટાવવાની કોશિશ કરે છે પરંતુ છોકરીએ તેને કસીને પકડેલો હોય છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર નાગેશ્વરી નામના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો 21 મેના રોજ શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધી 8.7 મિલિયન વ્યુઝ થઇ ચૂકિયા છે સાથે 4 લાખથી વધારે લાઇક્સ અને હજારથી વધારે કમેન્ટ્સ પણ આવી ચૂકી છે.