વાળને કલર કરાવવા ગયેલી છોકરી સાથે થયુ એવું કે…વીડિયો જોઇ તમે પણ ગભરાઇ જશો

હેર કલર કરાવવા ગયેલી છોકરીના ખરવા લાગ્યા વાળ, માથામાં થવા લાગી બળતરા, જેવું ધોયુ માથુ કે દેખાવા લાગી એવી…જુઓ વીડિયો

લગ્નના દોરમાં યુવતીઓ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળતી હોય છે, તમે ઘણા છોકરાઓ અને છોકરીઓના કલરફુલ વાળ જોયા હશે. હેર કલર કરાવ્યા પછી દેખાવ પહેલા કરતા ઘણો બદલાય છે અને લોકો તેના ખૂબ વખાણ કરે છે. છોકરીઓમાં વાળ કલર કરાવવાનો ઘણો ક્રેઝ છે. લોકો હેર કલર કરાવવા માટે સલૂનમાં જાય છે. જો કે, સલૂનવાળા ભાઈએ પૈસાની માંગ વધારી દીધી છે, તો તે બીજા કોઈ સલૂનમાં જઈને રેટ પૂછે છે.

આ પછી, જ્યારે તેમને યોગ્ય લાગે ત્યારે તે તેના વાળને કલર કરવા માટે તૈયાર થઈ જાય છે. વાળ કલર કરાવતી વખતે મોટાભાગના લોકો ભૂલી જાય છે કે તેની આડઅસર પણ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા તેના વાળને કલર કરાવવા માટે સલૂનમાં જાય છે અને પછી તેના વાળનો રંગ બદલવાનું કહે છે.

જેવી હેરસ્ટાઈલીસ્ટે છોકરીના વાળમાં લિક્વિડ લગાવ્યું, થોડીવાર પછી છોકરીને માથામાં બળતરા થવા લાગી. જ્યારે તેના માથામાં બળતરા થવા લાગી ત્યારે યુવતી ખૂબ જ ગભરાઈ ગઈ અને તેણે તરત જ હેરસ્ટાઈલિસ્ટને કહ્યુ અને જલ્દી તેના વાળને ધોવામાં આવ્યા. જયારે હેર કલર વાળાએ તેના વાળને સ્પર્શ કર્યો તો વાળ ધીમે ધીમે ખરવા લાગ્યા. હેર આર્ટિસ્ટ છોકરીના વાળ સતત ધોતો રહ્યો અને તેના વાળ ખરતા રહ્યા.

અંતે, તેના વાળનો રંગ સંપૂર્ણપણે સફેદ થઇ ગયો. વાળને ઘણું નુકસાન થયું હતું. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર hairsalonfeed નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને 68 હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે.

Shah Jina