લોકોની સામે ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી આ નાની છોકરી, હકીકત જાણીને તમે પણ કહેશો કે,’કદાચ આ મારી બહેન હોતી’

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે. ભલે આખું વર્ષ ભાઈ-બહેન વચ્ચે લડાઈ-ઝઘડા થતા હોય પણ આ દિવસે બંને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરે છે, ભાઈ-બહેન દુનિયાના અલગ અલગ ખૂણે પણ કેમ ના હોય પણ રક્ષાબંધનના પાવન દિવસે તેઓ ચોક્કસ મળે છે. ગત 11-ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનની ખુબ સારી રીતે ઉજવણી કરવામાં આવી છે.આ ખાસ અવસર પર સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક છોકરી રસ્તા વચ્ચે ધ્રુસકેને ધ્રુસકે રડી રહી છે. તેનું રડવાનું કારણ એ છે કે તેણે સારું ગીત ગાયું હોવા છતાં પણ તેનું સિલેક્શન સીંગીગ કોમ્પિટિશનમાં થઇ શક્યું ન હતું. રક્ષાબંધનના પાવન દિવસે જ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સામે આવેલા વીડિયોમાં છોકરી લતા મંગેશકરના ગીત ‘પિયા તોસે નૈના લાગે રે’ ગીત ગાતી જોવા મળી રહી છે. લોકો એ વાતથી નારાજ થયા છે કે શા માટે સિંગિંગ કોમ્પિટિશનના ઓડિશનમાં એક આકર્ષક અવાજ વાળી છોકરીનું સિલેક્શન ના થયું. ઘણા લોકોએ તેના અવાજની ખુબ પ્રશંસા કરી હતી અને તેનો હોસલો વધાર્યો હતો.  ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમા લખવામાં આવ્યું કે,”આ નાની છોકરી રડી રહી છે, પણ અવાજમાં ખુબ દમ છે”.

વીડિયોમાં જોઈ શકાય છે કે રિપોર્ટર સાથે વાત કરતી વખતે છોકરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે અને તે કહી રહી છે કે સીંગીગ સ્પર્ધામાં તેનું સિલેક્શન ન થઇ શક્યું. છોકરીનો આ વાયરલ વિડીયો લોકોએ ખુબ પસંદ કર્યો છે અને કમેન્ટ દ્વારા તેનો હોંસલો વધાર્યો છે. આઇએએસ અધિકારી અવનિશ શરણે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કરી લખ્યું કે,”બાળકી રિજેક્ટ કરવાને લાયક તો નથી, ખુબ જ સુંદર અવાજ”.

Krishna Patel