પ્રેમમાં ના નડ્યું આ કપલને ઊંચાઈનું બંધન, 6 ઇંચ નાનો છે પ્રેમી, રસ્તા પર નીકળે ત્યારે લોકો માને છે ભાઈ બહેન… જુઓ અનોખી પ્રેમ કહાની
પ્રેમમાં કોઈ બંધનો નડતા નથી એ વાત આપણે બધા જ જાણીએ છીએ. જે લોકો પ્રેમમાં પડે છે તેમને ના નાત-જાત દેખાય છે, ના સમાજના બંધનો નડે છે, ના અમીરી-ગરીબી કે ના ઉંમરના બંધનો નડતા હોય છે. ઇન્ટરનેટ પર ઘણા લોકોની પ્રેમ કહાનીઓ સામે આવતી હોય છે, જે જાણીને આપણે પણ હેરાન રહી જતા હોઈએ છીએ.
હાલ એવી જ એક કહાની ચર્ચામાં છે જેમાં એક યુવકે પોતાનાથી 6 ઈંચ ઊંચી છોકરી સાથે સગાઈ કરી લીધી છે અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકો તે યુવકને ટ્રોલ પણ કરવા લાગી ગયા છે. કપલનું કહેવું છે કે લોકો તેમની હાઈટમાં અંતરના કારણે તેમને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો તેમની જોડીને “મિસમેચ” જોડી પણ કહ્યું છે.
જો કે આ કપલ હવે ટ્રોલર્સની ચિંતા કર્યા વગર પોતાના લગ્નની તૈયારીમાં લાગી ગયા છે. આ કપલ અમેરિકાના મૈનહૈટનનું રહેવાસી છે. છોકરીનું નામ સૈમ એસપીનલ છે જેની ઉંમર 24 વર્ષની છે અને તે એક નાટેન્ટ ક્રિએટર અને ઇવેન્ટ પ્લાનર છે. એસપીનલની ઊંચાઈ 5 ફૂટ 9 ઇંચ છે. જયારે તેના મંગેતર 32 વર્ષીય સ્ટીફનની ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ છે.
View this post on Instagram
એસપીનલ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે મંગેતરની ઓછી ઊંચાઈના કારણે રસ્તે જતા લોકો તેમને જુએ છે અને પીઠ પાછળ તેમની મજાક પણ ઉડાવે છે, ઘણીવાર તો લોકો સ્ટીફનને એસપીનલનો ભાઈ સમજી લે છે. આને લઈને સ્ટીફનનું કહેવું છે કે “સામાન્ય રીતે આ વાતને લઈને કેટલાક લોકો મને શુભકામના પણ આપે છે કે તેના કરતા તેની પત્ની ઊંચાઈમાં વધારે છે.” તો એસપીનલ કહે છે કે હું સ્ટીફનનો સાથ મેળવી અને બહુ જ ખુશ છું અને તેની સાથે તેની ઊંચાઈને પણ અપનાવી ચુકી છું.”