અનંત અંબાણીની સગાઇમાં જવા માટે દીપિકાએ સાડી પર લૂંટાવ્યા આટલા લાખ, બ્લાઉઝની કિંમતમાં તો આવી જશે દુબઇની ટિકિટ
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની હાલમાં જ રાધિકા મર્ચેંટ સાથે સગાઇ થઇ હતી. આ ખાસ અવસરનો ભાગ બનવા માટે ઘણી જાણિતા મહેમાન પહોંચ્યા હતા. જેમાં બોલિવુડ સ્ટાર્સ પણ સામેલ હતા. આમાંથી એક બોલિવુડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ હતા. આ બંનેએ જેવી જ એન્ટ્રી મારી કે શટરબગ્સે તેમનું કામ કરવાનું શરૂ કરી દીધુ. દીપિકા આ દરમિયાન રેડ સાડીમાં પહોંચી હતી.
આ લુકમાં તે ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. દીપિકાના આ લુક આગળ તો દુલ્હન પણ ફીકી પડી જાય. આમ તો બધા જ જાણે છે કે આ અદાકારા સબ્યસાચીના આઉટફિટ્સને કેટલું વધારે પસંદ કરે છે પણ અંબાણીના ફંક્શનમાં લાઇમલાઇટ કોઇ બીજા ડિઝાઇનરે જ લૂંટી લીધી. દીપિકા પાદુકોણે તેના માટે આ વખતે હેવી વર્કવાળી સાડી પસંદ કરી હતી, જેમાં તે ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. તેની સ્ટાઇલિસ્ટ શલીના નથાનીએ સબ્યસાચી મુખર્જીની જગ્યાએ ફેમસ ડિઝાઇનર તોરાણીના કલેક્શનમાંથી સિંદુરી તાશી સાડી પિક કરી હતી.
લાલ રંગની ટ્રેડિશનલ ડ્રેપને કસ્ટમ ટચ આપતા દીપિકા માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી. અદાકારાની આ સાડી શીયર સિલ્ક ઓર્ગેંજાથી તૈયાર કરવામાં આવી હતી.આ ફેબ્રિક આજ કાલ વધારે ચલણમાં છે. ત્યાં તેની કિંમત પણ સામાન્ય શીયર ક્લોથ્સ મુકાબલે વધારે હોય છે. દીપિકાની સાડીના કપડાને પૂરી રીતે હૈંડ એન્ડ ડોરી એમ્બ્રોઇડરીથી સજાવવામાં આવી હતી. ત્યાં અડ્ડા એમ્બ્રોઇડરી એટલે કે આરી એમ્બ્રોઇડરી પણ કરવામાં આવી હતી.
આમાં જે કપડા પર કઢાઇ કરવામાં આવે છે તેને એક ખટિયા કે પછી અડ્ડા ફ્રેમમાં કસીને બાંધવામાં આવે છે. કસેલા કપડા પર ક્રોશે-હુક જેવા ટુલથી વર્ક કરવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે ચેન સ્ટિચ જેવી થ્રેડ વીવિંગનો ઉપયોગ હોય છે. કઢાઇને વધુ ખાસ બનાવવા માટે અલગ અલગ રીતના નંગ, મોતી સ્ટોન, સ્ટાર્સ અને તાર વગેરેનો ઉપયોગ થાય છે. દીપિકાની સાજી માટે ઉપયોગમાં લેવાયેલ બધી વસ્તુ ટોપ ક્વોલિટીની હતી. પછી તેમાં કપડાની વાત હોય કે ગોર્જિયસ એમ્બ્રોઇડરીની, બધુ એકદમ પરફેક્ટ હતુ.
આ જ કારણ છે કે તેની કિંમત 1,49,500 રૂપિયા હતી. આ કિંમત તોરાણીની ઓફિશિયલ સાઇટ પર મેન્શન કરવામાં આવી છે. અદાકારાની માત્ર સાડી જ નહિ પણ ટ્રેડિશનલ લુકમાં પરફેક્શનનું એલિમંન્ટ જોડતા બ્લાઉઝની કિંમત પણ જોરનો ઝાટકો આપનારી છે. ડિઝાઇનરની સાઇટ પરની જાણકારી અનુસાર, અદાકારા માટે બટરફ્લાય નેટથી રેડી કરવામાં આવેલ બંધ ગળાના બ્લાઉઝની કિંમત 32,500 રૂપિયા છે.
આટલી કિંમતમાં તો તમે દુબઇની ટ્રીપ પણ મારી શકો છે. જો તમે પણ આ જ સાડી મેળવવા માંગતા હોવ અને તે પણ અસલ સ્વરૂપમાં, તો તમે તૌરાણીના ફ્લેગશિપ સ્ટોરની મુલાકાત લઈ શકો છો. ડિઝાઇનરનો સ્ટોર ખાન માર્કેટ, દિલ્હીમાં સ્થિત છે. જ્યાં તમારી કારમાં મુસાફરી કરીને અથવા કોઈપણ જાહેર પરિવહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. આ સિવાય તેને ઓનલાઈન પણ ઓર્ડર કરી શકાય છે.
જો તમને લાખો રૂપિયા ખર્ચવા જેવું ન લાગે તો તમે દીપિકાની સાડી જેવી સાડીઓ અન્ય માર્કેટમાંથી સરળતાથી ખરીદી શકો છો. જો દિલ્હીની જ વાત કરીએ તો, ચાંદની ચોક, સરોજિની નગર, કરોલ બાગ, તિલક નગર, કનોટ પ્લેસ અને લાજપત બજારમાં સાડી ખરીદવા માટે ઘણા વિકલ્પો મેળવી શકાય છે.