દિશા પટની સાથેના રિલેશન પર કથિત બોયફ્રેન્ડ એલેક્સે તોડી ચુપ્પી, બોલ્યો- અમે એકસાથે રહેતા અને…

આ સુંદરીને કોઈ ભારતીય મર્દ ન ગમ્યો? બોયફ્રેન્ડ એલેકઝાન્ડર સાથે એવી એવી તસવીરો સામે આવી કે….

સિઝલિંગ અને કિલર તસવીરો શેર કરી ચાહકોનું દિલ ધડકાવનાર દિશા પટની છેલ્લા કેટલાક સમયથી તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. છેલ્લા દિવસોમાં તેના અને ટાઇગર શ્રોફના બ્રેકઅપની ખબરોએ હેડલાઇન્સ બનાવી હતી. ત્યાં હાલમાં દિશાની ફરી ડેટિંગની ખબરોએ ચાહકોએ કાન ઊભા કરી દીધા છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે દિશા એલેકઝાન્ડર એલેક્સ એલિકને ડેટ કરી રહી છે, જે તેનો જિમ ટ્રેનર છે કે પછી સિક્યોરિટી પર્સનલ જણાવવામાં આવી રહ્યો છે.

એક ઇન્ટરવ્યુમાં એલેકઝાન્ડરે ખુલાસો કર્યો હતો કે તે અને દિશા સાચે ડેટ કરી રહ્યા છે કે નહિ. એલેક્સે કહ્યું કે તેને લાગે છે કે લોકો આના તળિયે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં પોતાના ક્યાસ લગાવી રહ્યા છે. તમે તમારા મનની વાત કરો છો. એલેક્સ અને દિશાના ડેટિંગના સમાચારો ત્યારથી ઉડી રહ્યા છે જ્યારથી દિશાનું ટાઇગર સાથે બ્રેકઅપ થયું છે. એલેક્સની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ દિશા જોવા મળી રહી છે.

દિશા અને એલેક્સના સતત પોસ્ટ થતા ફોટો જોઈને ચાહકોને અંદાજ લગાવવામાં વધુ સમય લાગ્યો નથી કે બંને ડેટ કરી રહ્યા છે. એલેક્સે જણાવ્યું કે- હું સર્બિયાનો રહેવાસી છું, અને છેલ્લા સાત વર્ષથી ભારતમાં છું. મેં મારી કારકિર્દીની શરૂઆત મૉડલિંગથી કરી અને અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો. આ શરૂઆતના દિવસોમાં જ દિશાને મળ્યો હતો. ત્યારે દિશા પણ એલેક્સની જેમ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી. એલેક્સે કહ્યું કે અમે 2015માં સાથે રહેતા હતા, અમે એક એજન્સીના હતા. હું અને દિશા એક જ ફ્લેટમાં બીજા ઘણા મોડલ્સ સાથે રહેતા હતા.

અમને બંનેને ફિટનેસ ખૂબ જ પસંદ છે. અમે ખૂબ હેંગઆઉટ કરતા હતા, અમે બંને જલ્દી જ એકબીજાનો ઇમોશનલ સપોર્ટ બની ગયા. એલેક્સે કહ્યું કે- દિશા મારો ઈમોશનલ સપોર્ટ છે, અમે બંને ઘણા સારા મિત્રો છીએ. તે મારા માટે પરિવાર જેવી છે. જ્યારે પણ આપણે દુઃખી હોઈએ છીએ ત્યારે આપણે એકબીજા સાથે સમય વિતાવીએ છીએ. હું માત્ર દિશાને જ નહીં પણ ટાઈગર અને ક્રિષ્નાને પણ ઓળખું છું. અમે અમારી કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી અમે સાથે છીએ.

પોતાના અફેરની અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા એલેક્સે કહ્યું કે એવું કંઈ નથી. હું અને દિશા રિલેશનશિપમાં નથી. બીજી તરફ, દિશા અને ટાઈગરના બ્રેકઅપના સવાલ પર એલેક્સે કહ્યું- હું તેમના સંબંધો પર કંઈ કહેવાવાળો નથી. હું ટાઇગર અને દિશા બંનેની નજીક છું. અમે ઘણીવાર સાથે હેંગઆઉટ કરીએ છીએ. પોતાના કામ વિશે વાત કરતા એલેક્સે કહ્યું કે તેને મોડલિંગ કરતાં ફિલ્મોમાં વધુ રસ છે. તેણે ઘણા મ્યુઝિક વીડિયો કર્યા છે. તેણે પોતાના દેશમાં ઘણી સિરિયલો પણ કરી છે. આ વર્ષે તેનો વેબ શો પણ રિલીઝ થયો છે.

Shah Jina