મનોરંજન

ખાનની નવી ગર્લફ્રેન્ડનું ફિગર તો બાપ રે બાપ….વાળ લહેરાવતા આપ્યા પોઝ, અભિનેત્રીની ગ્લેમરસ અદાઓ પર ચાહકો થયા મદહોંશ

મોડલ અને એક્ટ્રેસ જોર્જિયા એન્ડ્રિયાની તેના ગ્લેમરસ અંદાજ માટે ઘણી મશહૂર છે. સોશિયલ મીડિયા પર તેની ઝલક અવાર નવાર જોવા મળે છે. જોર્જિયા એન્ડ્રિયાની માયાનગરી એટલે કે મુંબઇમાં ક્યાંકને ક્યાંક સ્પોટ થઇ જાય છે. જોર્જિયા પેપરાજીઓની ફેવરેટ પણ છે. તે જ્યાં પણ જાય ત્યાં પેપરાજી પહોંચી જાય છે અને તેને પોતાના કેમેરામાં કેદ કરી લે છે. જે બાદ તેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ જાય છે. જોર્જિયા અવાર નવાર જીમ કે મોર્નિંગ વોક પર પણ સ્પોટ થાય છે.

ત્યારે હાલમાં જ તેની નવી કેટલીક તસવીરો સામે આવી છે, જેને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે. જોર્જિયા એન્ડ્રિયાની મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળી હતી. આ દરમિયાન તેની સ્ટાઇલે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતુ. પેપરાજીએ તેની ઘણી તસવીરો ક્લિક કરી હતી, તેના લુકની વાત કરીએ તો તેણે ક્રોપ ટોપ સાથે રેડ શોર્ટ્સ પહેર્યા હતા. આ સાથે ચશ્મા પણ કેરી કર્યા હતા. જોર્જિયા એન્ડ્રિયાની આ સ્ટાઇલમાં ખૂબસૂરત લાગી રહી હતી.

જોર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફેન્સ તેમની ફેવરિટ મોડલ અને એક્ટ્રેસ જોર્જિયા એન્ડ્રિયાનીની તસવીરો પર પણ તેમના દિલની વાત લખી રહ્યા છે. જોર્જિયા એન્ડ્રિયાનીની નવી તસવીરોમાં તમે જોઈ શકો છો કે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આની સાથે જોર્જિયા એન્ડ્રિયાની તેના વાળને લહેરાવતી પણ જોવા મળી રહી છે. જોર્જિયા એન્ડ્રિયાનીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં અલગ-અલગ એંગલમાં તેની તસવીરો જોવા મળી રહી છે.

જોર્જિયા મોટાભાગની તસવીરોમાં તેના વાળ લહેરાવી પોઝ આપતી જઇ શકાય છે. જણાવી દઇએ કે, જોર્જિયા બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે અને તેનું નામ પણ બનાવવા માંગે છે.જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, હાલમાં તે બંનેના બ્રેકઅપની ખબરો ચાલી રહી છે. તે બંનેને પહેલા ઘણીવાર સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.

બોલિવુડ હંગામા સાથે ઇન્ટરવ્યુમાં જોર્જિયાએ એકવાર કહ્યુ હતુ કે, અરબાઝને તે ઘણુ પહેલાથી ઓળખે છે. લોકો તેમના વિશે જે વિચારે અને કહે તેમને કોઇ ફર્ક પડતો નથી. જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે.

જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે. પરંતુ હાલ બંને સાથે છે કે નહિ તે વિશે કોઇ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી.