મલાઈકા અરોરા કરતા જરા પણ કમ નથી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની, જુઓ લેટેસ્ટ તસવીરો

અરબાઝ ખાનની વિદેશી ગર્લફ્રેન્ડ જોતા જ આંખો ચાર થઇ જશે, ટૂંકી ચડ્ડીમાં જુઓ કેવી કાતિલ દેખાય છે

અરબાઝ ખાન અને મલાઈકા અરોરા છૂટાછેડા બાદ પોતાના અફેર્સને લઈને ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. એક તરફ જ્યાં મલાઈકા અરોરા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને તેની સાથે અવાર નવાર સ્પોટ થતી જોવા મળે છે તો બીજી તરફ અરબાઝ ખાન પણ વિદેશી મોડલ જોર્જિયા એન્ડ્રિયાની સાથેની અફેરને લઈને ચર્ચામાં રહે છે.

અરબાઝ ખાન ઇટાલિયન મૉડલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવા લાગ્યા છે. બંન્ને ઘણા ઈવેન્ટ્સ કે પાર્ટીમાં પણ એક સાથે જોવા મળે છે. જોર્જિયા બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જોર્જિયા અને અરબાઝ અવાર-નવાર કોઈને કોઈ કારણોને લીધે ચર્ચાનો વિષય બનેલા રહે છે.

જોર્જિયા એંડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે અને તે તેની હોટ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે.

જોર્જિયાની તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી છે. તે તેની શાનદાર અને આકર્ષક તસવીરોથી કારણે સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. તે બધા લુકમાં ઘણી જ ગ્લેમરસ લાગે છે. તેની સોશિયલ મીડિયા પરની તસવીરોથી અંદાજ લગાવી શકાય કે તેને વેસ્ટર્ન આઉટફિટ્સ ઘણા પસંદ છે.

આજે જયારે જોર્જિયા સવારે પોતાના ડોગીને લઈને ફરવા નીકળી ત્યારે કેટલાક ખબરપત્રીઓની નજરમાં ચઢી ગઈ અને આ દરમિયાન તેની ઘણી તસવીરો પણ કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી.

કેમેરાને જોઈને જોર્જિયાએ ખુબ જ સારી રીતે પોઝ પણ આપ્યા હતા. તેની આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં પણ જોર્જિયાનો બોલ્ડ અંદાજ જોવા મળે છે.

જોર્જિયા કોઇ પણ લુકમાં કહેર વરસાવી દે છે. જોર્જિયા એક ઇટાલિયન મોડલ છે, કેટલાક સમય પહેલા જ તે ભારત આવી હતી. જોર્જિયા બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે અને તેનું નામ પણ બનાવવા માંગે છે.

જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એક સાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.

એક ઇન્ટરવ્યુમાં જોર્જિયાએ એકવાર કહ્યુ હતુ કે, અરબાઝને તે ઘણા પહેલાથી ઓળખે છે. લોકો તેમના વિશે જે વિચારે અને કહે તેમને કોઇ ફર્ક પડતો નથી. જયારે પણ અમે લગ્ન કરીશુ બધાને જાણકારી આપવામાં આવશે.

ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે.

Niraj Patel