લેપટોપ ધોઈને ઘર ઘરમાં પ્રખ્યાત થઇ ગયેલી સંસ્કારી ‘ગોપી વહુ’ તેની એક ભૂલના કારણે બરબાદ કરી બેઠી આખું કરિયર, જાણો સમગ્ર મામલો

“સાથ નિભાના સાથિયા”ની ગોપી વહુ રાતોરાત પડદા પરથી થઇ ગઈ ગાયબ, ગુજરાતી અભિનેત્રીને આ ભૂલ કરવી પડી ખુબ જ ભારે…જાણો કેમ

ટીવી પર આવતી ઘણી ધારાવાહિકો કેટલાય પરિવારોમાં રોજ જોવામાં આવે છે અને કેટલીક ધારાવાહિકો તો દેશભરમાં લોકોની પહેલી પસંદ પણ બની જાય છે. એવી જ એક ધારાવાહિક હતી “સાથ નિભાના સાથિયા”. આ ધારાવાહિકને દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી, તો સાથે સાથે શોના પાત્રોને પણ દર્શકોએ ખુબ જ પ્રેમ આપ્યો હતો.

આ શોનું એક પાત્ર એટલે કે ગોપી વહુને પણ દર્શકોએ ખુબ જ પ્રેમ આપ્યો. ટીવી પર તેણે એક સંસ્કારી વહુનું પાત્ર નિભાવ્યું અને તે ઘર ઘરમાં જાણીતી પણ બની ગઈ. પોતાના પતિના લેપટોપને સાબુ પાવડરથી ધોતી ગોપી વહુનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો અને તેના પર ઘણા મીમ પણ બની ગયા.

સાથ નિભાના સાથિયામાં સૌથી પહેલા ગોપી વહુની ભૂમિકા અભિનેત્રી જિયા માણેકે ભજવી હતી, પરંતુ આજે જિયા નાના પડદાથી દૂર સાદું જીવન જીવી રહી છે. જીયા માણેકની માસૂમિયતે દર્શકોના દિલ જીતી લીધા હતા, તેણે તેના જોરદાર અભિનય અને સુંદરતાથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

ગોપી વહુના રોલમાં જિયાએ શાનદાર કામ કર્યું હતું. પડદા પર ડરેલી દેખાતી જિયા રિયલ લાઈફમાં ઘણી શાનદાર છે. 18 ફેબ્રુઆરી, 1986ના રોજ ગુજરાતમાં જન્મેલી જિયાની કારકિર્દી ખૂબ જ ટૂંકી રહી, તે આ ધારાવાહિકથી રાતોરાત સ્ટાર બની ગઈ.

સ્ક્રીન પર હંમેશા સાડી પહેરતી અને સંસ્કારી દેખાતી જિયાના વાસ્તવિક જીવનની તસવીરોએ ચાહકોને ચોંકાવી દીધા. તેનો ગ્લેમરસ અને સ્ટાઇલિશ અવતાર જોઈને ફેન્સ ચોંકી ગયા, જિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. જિયાની કારકિર્દી હિટ થઈ ગઈ હતી પરંતુ એક ભૂલને કારણે તે નાના પડદા પરથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ હતી.

વાસ્તવમાં, વર્ષ 2012માં જિયાએ ‘ઝલક દિખલા જા’માં ભાગ લીધો હતો પરંતુ શો ‘સાથ નિભાના સાથિયા’ના મેકર્સ ઈચ્છતા ન હતા કે તે શો છોડે, તેથી તેને રાતોરાત શોમાંથી બહાર કરી દેવામાં આવી અને તેની જગ્યાએ દેવોલીનાને લેવામાં આવી. આ કારણે જિયા લાંબા સમય સુધી બેરોજગાર રહી, જો કે તેણે ‘મનમોહિની’ અને ‘તેરા મેરા સાથ રહે’ જેવા શોમાં કામ કર્યું. પરંતુ આજે અભિનેત્રી ખૂબ જ સાદું જીવન જીવી રહી છે.

Niraj Patel