જ્યોતિષ શાસ્ત્ર

જો તમે પણ મીઠુંને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખતા હોવ તો નહિ થાવ ધનવાન, શું કહે છે શાસ્ત્ર? વાંચો ખાસ લેખ

મીઠું જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. મીઠાને કારણે આયુષ્યમાં વધારો થાય છે તો મીઠાને કારણે આયુષ્યમાં ઘટડાઓ પણ થાય છે. જો દાળ અથવા શાકમાં મીઠું વધારે પડી જાય તો પણ નુકશાન અને મીઠું ઓછું પડે તો પણ નુકસાન થાય છે. મીઠાના પ્રકારની વાત કરવામાં આવે તો સામાન્ય મીઠું, કાળું મીઠું, સમુદ્રી મીઠું અને પહાડી મીઠું. આમ તો મીઠાના ઘણા ઉપાયો છે. પરંતુ અમે તમને આજે મીઠાના અદભૂતને ચમત્કારિક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને પણ તમને આશ્ચર્ય થશે.

જ્યોતિષવિદ્યા અનુસાર, મીઠું ચંદ્ર અને શુક્રનો પ્રતિનિધિ માનવામાં આવે છે. જો તમે સ્ટીલ અથવા લોખંડના વાસણમાં મીઠું ભરવામાં આવે તો ચંદ્ર અને શનિનું મિલન હોય જે જીવલેણ અને ઘાતક સાબિત થાય છે. તે રોગ અને શોકનું કારણ બને છે. કોઈપણ પ્લાસ્ટિકના કન્ટેનરમાં મીઠું રાખવું જોઈએ નહીં. કાચમાં જ રાખવું જોઈએ. તે કાચના વાસણમાં ક્યારેય પ્રતિકૂળ અસર કરતું નથી.

Image Source

મીઠું ઢોળાય એ સારું માનવામાં આવતું નથી. ભારતમાં આ વાતને અશુભ માનવામાં આવે છે. મીઠું ઢોળવાને લીધે ચંદ્ર અને શુક્ર બંને નબળા થઈ જાય છે.

ક્યારે પણ કોઈને હાથો-હાથ મીઠું ના આપવું જોઈએ. મીઠાનું પેકેટ પણ દેવાથી બચવું જોઈએ. માનવામાં આવે છે કે, હાથો-હાથ મીઠું આપવાથી સંબંધ ખરાબ થાય છે.

પતિ અને પત્ની કોઇપણ બાબતમાં ગૃહકલેશ કે મતભેદો ધરાવતાં હોય તો બેડરૂમમાં એક ખૂણામાં આખું મીઠું મૂકી રાખવું. આમ કરવાથી રાહત મળશે અને દર મહિને એ મીઠાનો ટુકડો બદલો અને બીજું નવો ટુકડો ત્યાં રાખો.

Image Source

મીઠું બધા પ્રકારની ગંદકીને સાફ કરે છે. એક કાચના વાટકામાં સમુદ્રી મીઠાથી ભરો. આ વાટકાને બાથરૂમમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ટોયલેટમાં કાચના બાઉલમાં ક્રિસ્ટલ મીઠું (દળેલું મીઠું) ભરીને રાખો. 15 દિવસ બાદ આ મીઠાને સિન્કમાં નાખીને બીજું મીઠું રાખો.

મનમાં ખિન્નતા, ચિંતા હોય તો બન્ને હાથમાં થોડા સમય માટે મીઠું રાખો, ત્યારબાદ આ મીઠાને વોશબેસીનના પાણીમાં રાખી દો.

જો તમારા બાળકને નજરે લાગી ગઈ હોય તો સાત વાર મીઠું ઉતારીને પાણીમાં વહેવડાવી દો. જેનાથી નજર દૂર થઇ જશે.

જો કુંડળીમાં ચંદ્ર કમજોર હોય તો ભોજનમાં સમુદ્રી અથવા સામાન્ય મીઠાનો ઉપયોગ ટાળો. સિંધાલૂળ નમકનો ઉપયોગ કરો. તેનાથી તમે રક્તચાપની સમસ્યાથી બચી રહેશો.

Image Source

જો તમારું મન બહુજ અશાંત રહેતું હોય અથવા તો વિચાર ચાલ્યા રહેતા હોય તો મીઠાવાળા પાણીથી સ્નાન કરવાથી શરીર શુદ્ધ થશે. મનમાં થયેલી બેચેની પણ શાંત થઇ જશે.

સુવાના સમયે માથું પૂર્વ દિશા તરફ રાખો. તમારા બેડરૂમમાં એક વાટકામાં સિંધાલૂળ મીઠાના થોડા ટુકડા રાખો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

રોગથી બચવા માટે સાધારણ નમકનો ઉપયોગના કરવો જોઈએ. તેની બદલે સિંધાલૂળ અને કાળા મીઠાનો ઉપયોગ ભોજનમાં કરવો જોઈએ.

Image Source

જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો તેના માથા પર કાચના એક વાસણમાં મીઠું રાખો. એક અઠવાડીયા બાદ મીઠાને બદલી બીજું મીઠું રાખવાથી તે વ્યક્તિની તબિયતમાં સુધારો આવી શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.