“તારક મહેતા”ના બાઘાએ જણાવી નટુકાકાના અંતિમ દિવસોની હાલત, ખૂબ જ દર્દથી વીત્યા હતા મહીના, પાણી પણ પી શકતા ન હતા

“તારક મહેતા” શોમાં નટુકાકાનું પાત્ર નિભાવી ફેમસ થઇ જનાર ઘનશ્યામ નાયકનું નિધન 3 ઓક્ટોબરના રોજ થયુ હતુ. 4 ઓક્ટોબરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓ અંતિમ દિવસોમાં ઘણા દર્દથી ગુજર્યા છે. શોમાં બાઘાનો રોલ પ્લે કરી રહેલ અભિનેતા તન્મય વેકારિયાએ આ વિશે ઇટાઇમ્સ સાથે વાત કરી હતી અને નટુકાકાના અંતિમ દિવસો વિશે કહ્યુ હતુ.

તન્મયે વાતચીત દરમિયાન કહ્યુ કે, આ આપણા બધા માટે ઘણુ મોટુ નુકશાન છે. ખાલી મારા માટે નહિ પરંતુ પૂરી ટીમ માટે. અમે બધા તેમની સાથે ઘણા જોડાયેલા હતા. તે ઘણા સારા અને શુદ્ધ આત્મા હતા. આ વાસ્તવમાં અવિશ્વસનીય છે અને અમે બધા સદમામાં છીએ કે તેઓ હવે નથી રહ્યા. તેમના દીકરાએ મને લગભગ 5.45 વાગ્યા આસપાસ ફોન કરી જણાવ્યુ હતુ.

ઘનશ્યામ નાયક વિશે વાત કરતા તન્મય વેકારિયાએ કહ્યુ કે, તેઓ છેલ્લા 2-3 મહીનાથી ઘણા દર્દમાં હતા અને મને લાગે છે કે હવે તેઓ સારી જગ્યા પર છે. હું જયારે પણ તેમના દીકરા સાથે વાત કરતો તો તે મને જણાવતા કે કેંસરને કારણે તેમને ઘણુ દર્દ થઇ રહ્યુ છે. તે કંઇ ખાઇ શકતા ન હતા કે કંઇ પી શકતા ન હતી. આ માટે એક રીતે તેઓ હવે ભગવાનના સુરક્ષિત હાથોમાં છે. તેમની આત્માને શાંતિ મળે.

તન્મયે આગળ કહ્યુ કે, મને નથી લાગતુ કે હું કયારેય પણ આવા વ્યક્તિને મળી શકીશ. તે એક ઘણા જ સરળ વ્યક્તિ હતા અને મેં તેમને કયારેય એવા જોયા નથી કે જયારે તેઓ કોઇના વિશે ખરાબ બલ્યા હશે. તે હંમેશા સકારાત્મક વાતો કરતા હતા અને કામને લઇને ઘણા ઇમોશનલ હતા. હું અને તારક મહેતાનો પરિવાર તેમને હંમેશા યાદ કરીશુ.

Shah Jina