સાત સમુદ્ર પારથી આવેલી વિદેશી વહુએ તો ભારતીયોના દિલ જીત્યા, ખેતરમાં જઈને ડુંગળીની કરી રોપણી, વીડિયોમાં જોવા મળ્યો મજેદાર અંદાજ, જુઓ

સાસુ સાથે વિદેશી વહુ ખેતરમાં પહોંચી ડુંગળી રોપવા, વીડિયોમાં જોવા મળ્યો અનોખો અંદાજ, દેશી ભાષામાં જ કહ્યું…જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર ઘણી પ્રેમ કહાનીઓ વિશે તમે જોયું હશે અને સાંભળ્યું હશે અને કેટલીક પ્રેમ કહાનીઓ સાત સમુદ્ર પાર પણ બંધાતી હોય છે અને તે છેક લગ્નના બંધન સુધી પણ પહોંચતી હોય છે. ભારતમાં ઘણા એવા લોકો છે જેમને વિદેશી યુવતીઓ સાથે લગ્ન કર્યા છે અને હાલ ભારતમાં જ રહેતા હોય છે.

આવા વિદેશી દુલ્હન લાવનારા કેટલાક ગામડાના લોકો પણ છે અને ગામડામાં જ તેમની વિદેશી પત્ની સાથે રહેતા હોય છે, વિદેશી પત્નીઓ પણ ગામડામાં એવી ઓતપ્રોત બની જાય છે કે તે જાણે ભારતીય હોય તેમ જ લાગે અને ભારતીય મહિલાઓની જેમ કામ પણ કરતી હોય છે ત્યારે હાલ ઇન્ટરનેટ પર એક એવી જ વિદેશી દુલ્હનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે ખેતરમાં ડુંગળી રોપી રહી છે.

વાયરલ વીડિયોમાં એક જર્મન યુવતી લગ્ન બાદ ખેતરોમાં ડુંગળી રોપતી જોવા મળે છે. વીડિયોથી સ્પષ્ટ થાય છે કે તેને ડુંગળી રોપવામાં ખૂબ જ મજા આવી રહી છે. આ વિદેશી છોકરીનું નામ પણ ભારતીય છે. ઇન્સ્ટાગ્રામ પર તેનું એકાઉન્ટ જુલી શર્માના નામે છે. જુલી શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “મમ્મીની પ્રતિક્રિયા શ્રેષ્ઠ હતી, પરંતુ હું પરિવાર સાથે સાદું જીવન માણું છું! હું મારા પતિના ગામમાં 1 મહિનાથી રહું છું અને હું પરિવાર સાથે અને પ્રકૃતિની ખૂબ નજીક રહીને ખૂબ જ ખુશ છું.”

ઇન્ટરનેટ પર આ વીડિયોને લાખો લોકો અત્યાર સુધી જોઈ ચુક્યા છે અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે, સાથે સાથે જ આ વિદેશી દુલ્હનની સાદગીએ પણ દિલ જીતી લીધા છે. જુલી તેના સોશિયલ મીડિયામાં તેના ભારતની અંદર રહેતા ઘન બધા વીડિયોને શેર કરતી રહે છે, તેનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ વિશાળ છે.

Niraj Patel