ગીતાબેન રબારી હાલમાં પૃથ્વી રબારી સાથે અમેરિકાના પ્રવાસે ગયા છે, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીએ અમેરિકા જતા પહેલા જ દિલ્હી એરપોર્ટ ઉપરથી કેટલીક તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.
ત્યારે હવે ગીતાબેન રબારી તેમના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકા પહોંચી ગયા છે અને ત્યાંથી પણ તેમને શાનદાર તસવીરો શેર કરી છે. ગીતાબેનના અમેરિકા પ્રવાસની ઘણી બધી તસવીરો સામે આવી છે, જેમાં તેમનો શાનદાર એરપોર્ટ લુક જોવા મળી રહ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ છે.
ગીતાબેન રબારી તેમના કાર્યક્રમોમાં મોટાભાગે પારંપરિક પરિવેશમાં જોવા મળતા હોય છે, પરંતુ બહુ જ જૂજ ગીતાબેનનો વેસ્ટર્ન લુક જોવા મળે છે અને અમેરિકા જતા સમયે ગીતાબેન વેસ્ટર્ન લુકમાં જોવા મળ્યા હતા. ગીતાબેને એરપોર્ટ લુકમાં રાઉન્ડ નેક ટી-શર્ટ અને જીન્સ કેરી કર્યા હતા.
આ ઉપરાંત તેમને પોતાના એક હાથમાં ટ્રાવેલ બેગ અને બીજા હાથમાં કેરી બેગ જોવા મળી રહી છે. અને આંખો ઉપર ટ્રાન્સપરન્ટ લેન્સ પહેર્યા છે. આ સાથે જ તેમને “Usa 🇺🇸 tour begins” સ્ટેટ્સ પણ રાખ્યું છે. તો તેમના ભરથાર પૃથ્વી રબારી પણ હાથમાં ટ્રાવેલ બેગ સાથે જીન્સ અને ટી શર્ટમાં જોવા મળી રહ્યા હતા, આ ઉપરાંત તેમને ગોગલ્સ પણ પહેર્યા હતા.
હવે અમેરિકા પહોંચ્યા બાદ પણ તેમની શાનદાર તસવીરો સામે આવી છે, જે ગીતાબેનના પતિ પૃથ્વી રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે. જેની સાથે તેમને લખ્યું છે કે ફાઈનલી અમેરિકાના શિકાગોમાં પહોંચી ગયા છીએ. શું તમે લોક ડાયરા માટે તૈયાર છો ? જોડાયેલા રહો અમારી સાથે !”
પૃથ્વી રબારી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો દ્વારા જાણી શકાય છે કે ગીતાબેન રબારી અમેરિકામાં લોક ડાયરાના કાર્યક્રમ માટે ગયા છે. ત્યારે હવે ગીતાબેનના ચાહકો તેમના આ લોક ડાયરાની રાહ જોઈ રહ્યા છે. અમેરિકામાં વસનારા ગુજરાતીઓ પણ ગીતાબેનના તાલે ઝૂમવા માટે તૈયાર હશે.
આ ઉપરાંત ગીતાબેન રબારીએ તેમની સ્ટોરીમાં કેટલાક વીડિયો અને તસવીરો પણ શેર કરી છે, જેમાં તેમને એરપોર્ટ ઉપર પીકઅપ કરવા આવનાર દેખાઈ રહ્યા છે સાથે જ તેમને સ્ટોરીમાં જે વીડિયો શેર કર્યા છે, તેમાં અમેરિકાનો ભવ્ય નજારો પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયો તેમને કારમાં બેઠા બેઠા જ કેપ્ચર કર્યો છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ ગીતાબેન અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે પણ તેમની સાથે તેમના ભરથાર પૃથ્વી રબારી સાથે હતા. ગીતાબેન રબારીએ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા જેમાં તેમને પોતાના અમેરિકાના પ્રવાસની શરૂઆતથી લઈને ત્યાં કરેલા કર્યક્રમોની ઝાંખી પણ શેર કરી છે.
ગીતાબેન દેશમાં હોય કે વિદેશમાં તે પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહે છે, અને તેમના વીડિયો અને તસ્વીરોમાં તેમના કાર્યક્રમોની ઝાંખી પણ ઘરે બેઠા નિહાળી શકાય છે, ત્યારે તેઓ જયારે તેઓ ગુજરાતની બહાર પણ કાર્યક્રમો કરતા હોય છે ત્યારે પણ તેઓ ગુજરાતીઓને સોશિયલ મીડિયા દ્વારા પોતાના કાર્યક્રમોની ઝાંખી બતાવતા રહે છે.