ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓ હાલ વેકેશન મોડ ઉપર છે. કિંજલ દવે અને ઉર્વશી રાદડિયા બંને દુબઇની અંદર રજાઓ માણી રહ્યા છે તો અલ્પા પટેલ તેમના પતિ સાથે હનીમૂન ટ્રીપ ઉપર છે, આ ઉપરાંત કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગાયિકા ગીતાબેન રબારી પણ હાલ પોતાના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકાના પ્રવાસે ગયા છે.
ગીતાબેનના અમેરિકા પ્રવાસની ઘણી બધી તસવીરો સામે આવી છે, જેમાં તેમનો શાનદાર એરપોર્ટ લુક જોવા મળી રહ્યો છે. ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તેમના આ પ્રવાસની ઘણી બધી તસવીરો શેર કરી છે, અને આ તસવીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં સામે આવેલી તસ્વીરોમાં ગીતાબેન રબારીનો એક અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ચાહકો ગીતાબેનને પારંપરિક પરિવેશમાં જોતા હોય છે, પરંતુ હાલમાં જે તસવીરો અમેરિકા જતા સમયની ગીતાબેને શેર કરી છે, તેમાં ગીતાબેનનો એક ડિફરન્ટ લુક જોવા મળી રહ્યો છે.
ગીતાબેને એરપોર્ટ લુકમાં ટી-શર્ટ અને જીન્સ કેરી કર્યા છે. આ ઉપરાંત તેમને પોતાના એક હાથમાં ટ્રાવેલ બેગ અને બીજા હાથમાં કેરી બેગ જોવા મળી રહી છે. અને આંખો ઉપર ટ્રાન્સપરન્ટ લેન્સ પહેર્યા છે. આ સાથે જ તેમને “Usa 🇺🇸 tour begins” સ્ટેટ્સ પણ રાખ્યું છે.
ત્યારે ગીતાબેનના હાથમાં રહેલું બેગ હવે ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે ગીતાબેને જે બેગ પોતાના હાથમાં લીધું છે, જેને બૉલીવુડની ઘણી બધી અભિનેત્રીઓ પણ પોતાની સાથે કેરી કરી ચુકી છે. આ બેગ કોઈ સામાન્ય બેગ નથી પરંતુ ખ્યાતનામ બ્રાન્ડની બેગ છે. તેમની પાસે રહેલી બેગ લુઈસ વ્યુટન (Louis Vuitton) કંપનીનું છે.
ગીતાબેનના હાથમાં શોભી રહેલું આ બેગ આ પહેલા બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓ કંગના રનૌત, નોરા ફતેહી, શિલ્પા શેટ્ટી અને અન્ય ખ્યાતનામ અભિનેત્રીઓના હાથમાં પણ જોવા મળી ચૂક્યું છે. આ બેગની કિંમત હજારોમાં નહિ પરંતુ લાખો રૂપિયામાં છે, જેને ખરીદવી કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી.
ગીતાબેન રબારીના હાથમાં રહેલી આ બેગની કિંમત ઓનલાઇન વેબસાઈટ અનુસાર 3,899 ડોલર એટલે કે ભારતીય નાણાં અનુસાર 3 લાખની આસપાસનું છે. ભારતની અંદર પણ આ બ્રાન્ડના બહુ ઓછા સ્ટોર છે અને આ એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. ઓનલાઇન પણ જૂજ વેબસાઇટ ઉપર જ આ બેગ અવેલીબલ છે.
ગીતાબેનના પતિ પૃથ્વી રબારીએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેમનો પણ એક અલગ જ સ્વેગ જોવા મળી રહ્યો છે. પૃથ્વી રબારી પણ હાથમાં ટ્રાવેલ બેગ સાથે જીન્સ અને ટી શર્ટમાં જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત તેમને ગોગલ્સ પણ પહેર્યા છે.