બેકગ્રાઉન્ડ ડાન્સરના રૂપમાં શરૂ કર્યું હતું પોતાનું કેરિયર, આજે ગીતા કપૂરની પાસે કરોડોની સંપત્તિ, લગ્ન કર્યા વગર આજે આ રીતે જીવે છે પોતાનું જીવન

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ડાન્સર ગીતા કપૂરને આજે કોઈ ઓળખની જરૂર નથી. ઇન્ડસ્ટ્રીમાં જ નહિ પરંતુ તેમના ચાહકો પણ તેમને ગીતા મા કહીને બોલાવે છે. મોટાભાગના ડાન્સિંગ રિયાલિટી શોમાં ગીતા કપૂર જજ તરીકે જોવા મળે છે.

5 જુલાઈ 1973ના રોજ મુંબઈમાં જન્મેલ ગીતા કપૂરનું ડાન્સિંગની દુનિયામાં ખુબ જ મોટું નામ છે. તે પોતાના કેરિયરમાં ઘણા હિટ ગીતો આપી ચુકી છે. તેમને પોતાના કેરિયરની શરૂઆત 15 વર્ષની ઉંમરમાં ફરાહ ખાનના આસિસ્ટન્ટના રૂપમાં કરી હતી.

ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે ગીતા કપૂરે ખુબ જ મહેનત કરી છે. એક સમય એવો પણ હતો જયારે તે અભિનેતા અને અભિનેત્રીઓની બેગગ્રાઉન્ડ ડાન્સર હતી. તેને પોતાના શરૂઆતના દિવસોમાં દમ તારા, તુજે યાદ ના મેરી આઈ અને ગોરી ગોરી જેવા ગીતોમાં બેકગ્રાઉન્ડ ડાન્સરના રૂપમાં કામ કર્યું છે.

ગીતા કપૂરની મહેનત આજે તેને એ જગ્યાએ લઇ આવી જેની બધાને ચાહત હતી. આજે ગીતા કપૂર કરોડોની સપ્તતિની માલકીન છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ગીતા કપૂર પાસે 22 કરોડથી પણ વધારેની સંપત્તિ છે. રિપોર્ટ અનુસાર 3 મિલિયન ડોલરની આસપાસ તેનું નેટવર્થ છે.

એટલું જ નહીં ગીતા કપૂર રિયાલિટી શો જજ કરવા માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગીતા મા એક એપિસોડ માટે 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. હાલમાં ગીતા રોયલ લાઇફસ્ટાઇલ જીવે છે.

ગીતા કપૂર 47 વર્ષના થઇ અગત્ય છે તે છતાં હજુ સુધી લગ્ન નથી કર્યા, તે તેની માતાની સેવા કરે છે. રિયાલિટી શોમાં પણ ગીતા માનો પ્રેમાળ સ્વભાવનો સૌ અનુભવ પણ કરે છે. ભલે તે કુંવારા છે પરંતુ તેમને આજે લોકો ગીતા મા તરીકે જ ઓળખે છે.

Niraj Patel