ચમત્કાર! મકરસંક્રાતિ પર આ મંદિરમાં સૂર્ય ભગવાન ખુદ કરે છે શિવલિંગનો અભિષેક

ભારતને મંદિરોનો દેશ પણ કહેવામાં આવે છે. કારણ કે ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે દેશનું કોઈ એવુ ગામ નહીં હોય જ્યાં મંદિર ન હોય. તો દેશમાં કેટલાક એવા પણ મંદિરો છે જ્યાં આજે પણ ચમત્કાર જોવા મળે છે. કારણ કે આ મંદિરોમાં જે ઘટનાઓ ઘટે છે તેના વિશે વૈજ્ઞાનિકો પણ ફોડ પાડી શક્યા નથી. આ મંદિર આગળ વિજ્ઞાન પણ ઘૂટણીએ આવી જાય છે.

આવુ એક ચમત્કારિક મંદિર આવેલુ છે કર્ણાટકમાં. બેગ્લોરમાં આવેલા આ શિવ મંદિરમાં દર મકરસંક્રાંતિએ એક અદભૂત ઘટના બને છે જેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે.
આ મંદિરનું નામ છે ગવી ગંગાધરેશ્વર જ્યાં ગૌતમ ઋષિને મહાદેવને પ્રસન્ન કરવા માટે વર્ષો સુધી તપસ્યા કરી હતી. એક એવી પણ માન્યતા છે કે આ મંદિરની અંદર એક ગુફા આવેલી છે અને તે ગુફામાં સ્થિત શિવલિંગ સ્વયં ભૂ છે.

આ મંદિરના ઈતિહાસ અંગે વાત કરીએ તો તે 9મી સદીથી 16મી સદી સાથે સંબંધિત છે. જે ગુફામાં સ્વયં ભૂ શિવલિંગ છે ત્યાં કેમ્પે ગૌડાએ 9મી સદીમાં મંદિર બનાવ્યું હતું. આ ઉપરાંત 16મી સદીમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર બેગ્લુરુના સંસ્થાપક કેમ્પે ગૌડા પ્રથમે કરાવ્યું હતું.

મકરસંક્રાતિએ આ મંદિરમાં એક અદભૂત નજારો જોવા મળે છે. આ દિવસે સૂર્ય નારાયણ પોતે તેના કિરણો દ્વારા આ મંદિરમાં આવેલા શિવલિંગનો અભિષેક કરે છે. મકરસંક્રાતિના દિવસે સૂર્ય દેવ ઉતરાયણ કરે છે. જેના કારણે ગુફામાં હાજર શિવલિંગ પર આખુ વર્ષ સૂર્યના કિરણો પડતા નથી, જેથી આ ખાસ દિવસે માત્ર 5થી 7 મિનિટ માટે સૂર્યના કિરણો ગર્ભગૃહ સુધી પહોંચે છે. આ દ્રશ્ય જોવામાં એકદમ અદભૂત લાગે છે અને મોટી સંખ્યામાં આ દિવસે ભક્તો મંદિરે હાજર રહે છે.

આ ઉપરાંત આ મંદિરમાં બીજો પણ ચમત્કાર જોવા મળે છે અને તેના વિષે એવુ કહેવાય છે કે આ શિવલિંગ પર જો ઘી ચઢાવવામાં આવે તો તે માખણ બની જાય છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે માખણમાંથી ઘી બને છે, ક્યારેય ઘીમાંથી માખણ ન બને. આ ઉપરાંત મંદિરથી વારાણસી સુધીની એક સુરંગ છે પરંતુ તેને શોધ માટે બે લોકો ગયા હતા જે હજુ પરત આવ્યા નથી.

આ મંદિરની સાંકડી સીડીઓ નીચે ગર્ભગૃહ આવેલુ છે અને આ ગર્ભગૃહની ઉંચાઈ માત્ર 6 ફૂટ છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યાસ્તના થોડા સમય પહેલા સૂર્યના કિરણો ઉંચા સ્તંભો સાથે ટકરાઈને સીધા ભગવાન શિવના નંદીના બન્ને સિંગ વચ્ચેથી થઈને ગર્ભગૃહમાં જાય છે જેના કારણે આખુ ગર્ભગૃહ સોનેરી પ્રકાશથી જળહળી ઉઠે છે. આ દ્રશ્ય જોઈને દરેકને લાગે છે કે ખુદ સૂર્ય ભગવાન શિવલિંગનો અભિષેક કરવા આવ્યા છે. આ નજારો વર્ષમાં ફક્ત એકવાર જ જોવા મળે છે.

YC