કઇ વાત પર છેડાઇ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ચર્ચા, નવો વીડિયો આવ્યો સામે

ઝઘડાથી ઘણા આગળ વધી ચૂક્યા છે વિરાટ અને ગંભીર, ઝપ્પી બાદ મેદાન પર જોવા મળી બંનેની કેમેસ્ટ્રી

મે 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ પછી લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં જે દ્રશ્ય જોવા મળ્યું હતું તેણે સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે એક વર્ષમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે. અમે વાત કરી રહ્યા છીએ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વિશે, જેઓ ગયા વર્ષે મેચ પછી સામ સામે ટકરાયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઇ હતી.

જો કે હવે આઈપીએલ 2024માં બંને વચ્ચે જૂની મિત્રતા વધતી જોવા મળી રહી છે અને આનો બીજો સીન કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં જોવા મળ્યો હતો, જ્યાં કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સના ટ્રેનિંગ કેમ્પમાં પ્રવેશ કર્યો હતો અને ગંભીર સાથે લાંબી ચર્ચા કરી હતી. આ પહેલા બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. 29 માર્ચે રમાયેલી તે મેચમાં ગૌતમ ગંભીરે અચાનક બધાને ચોંકાવી દીધા.

બેંગલુરુની બેટિંગ દરમિયાન જ્યારે કોહલી ક્રિઝ પર હતો અને સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ હતો ત્યારે કોલકાતાનો મેન્ટર ગંભીર મેદાનમાં આવ્યો અને સીધો કોહલી પાસે ગયો. આ દરમિયાન બંનેએ ગળે લગાવીને વાત કરવાનું શરૂ કર્યું. આ એક મુલાકાતે મહેફિક લૂંટી લીધી હતી. કારણ કે આ મોમેન્ટની કદાચ જ કોઇને ઉમ્મીદ હતી. થોડા દિવસો બાદ કોહલીએ એક ઈવેન્ટમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેણે કહ્યુ કે- ગૌતમ ગંભીર સાથે ‘ઝપ્પી’ (હગ) બાદ મસાલો ખતમ થઈ ગયો અને એટલે લોકો નિરાશ થઈ ગયા.

હવે એવું લાગે છે કે કોહલી અને ગંભીરે ફરીથી લોકોને નિરાશ કર્યા છે કારણ કે એક ઝપ્પી બાદ તેમનો પ્રેમ અને મિત્રતા વધતી જોવા મળી રહી છે. જ્યાં ગત રવિવારના બંને ટીમો મેદાનમાં પોતપોતાના સ્થાનો પર ટ્રેનિંગ કરી રહી હતી ત્યારે કોહલી KKRના ટ્રેનિંગ એરિયામાં પહોંચ્યો અને ગંભીર સાથે લાંબા સમય સુધી વાત કરતો જોવા મળ્યો. બંને વચ્ચેની ચર્ચા એકદમ ગંભીર લાગી હતી પરંતુ પછી જતા સમયે હાસ્ય અને મજાક પણ જોવા મળી.

 

View this post on Instagram

 

A post shared by Kolkata Knight Riders (@kkriders)

Shah Jina
error: Unable To Copy Protected Content!