BREAKING: મહાત્મા ગાંધીની પૌત્રીએ કર્યો આ ગુનો, હવે થઇ 7 વર્ષની જેલ- જાણો

સાઉથ આફ્રીકામાં મહાત્મા ગાંધીની પૌત્રીએ એવું તો શું કર્યું કે કોર્ટે સંભળાવી દીધી 7 વર્ષની જેલની સજા

ભારતના રાષ્ટ્રપિતાના રૂપમાં જાણિતા મહાત્મા ગાંધી ભલે આ ધરતી પર ના હોય પરંતુ તેમના વિચાર આજે પણ બધાના દિલમાં છે. ત્યારે હાલ મહાત્મા ગાંધીની પૌત્રી જે સાઉથ આફ્રીકામાં રહે છે તેમના પર આરોપ લાગ્યા છે અને તેને જ કારણે તેમને અદાલતે 7 વર્ષની જેલની સજા સંભળાવી છે.

Image source

દક્ષિમ આફ્રીકાના ડરબનમાં એક અદાલતે મહાત્મા ગાંધીની પૌત્રી આશીષ લત્તા રામગોબિનને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે 6.2 મિલિયન રૈંડ એટલે કે લગભગ 3.22 કરોડ રૂપિયાની ધોખાધડી અને જાલસાજી મામલે તેમની ભૂમિકા માટે દોષી માનવામાં આવ્યા છે.

WION અનુસાર, 56 વર્ષિય આશીષ લત્તા રામગોબિન પર આરોપ છે કે તેમણે બિઝનેસમેન એસઆર મહારાજને દગો આપ્યો છે. એસઆર મહારાજે તેમને ભારતમાં હાજર એક કંસાઇનમેન્ટ માટે આયાત અને સીમા શુલ્ક તરીકે 6.2 મિલિયન રૈંડ એડવાન્સમાં આપ્યા હતા. આશીષ લત્તાએ તે મુનાફામાં ભાગ લેવાની પણ વાત કહી હતી.

Image source

તમને જણાવી દઇએ કે, મશહૂર એક્ટિવિસ્ટ ઇલા ગાંધી અન દિવંગત મેવા રામગોવિંદની દીકરી છે આશીષ લત્તા રામગોબિન. જેમણે દક્ષિણ આફ્રીકામાં તેમના કાર્યકાળ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ફીનિક્સ સેટલમેંટને પુનર્જીવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂ્મિકા નિભાવી.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની વિગત તપાસીએ તો, વર્ષ 2015માં જયારે લત્તા રામગોબિન વિરૂદ્ધ સુનાવણી શરૂ થઇ હતી ત્યારે રાષ્ટ્રીય અભિયોજન પ્રધિકરણના બ્રિગેડિયર હંગવાની મૂલૌદજીએ કહ્યુ હતુ કે, તેમને સંભવિત નિવેશકોને વિશ્વાસ અપાવવા માટે કથિત રૂપથી ફર્જી ચલાણ અને દસ્તાવેજ આપ્યા હતા કે ભારતથી લિનેનના ત્રણ કંટેનર આવી રહ્યા છે. તે સમયે રામગોબિનને 50 હજાર રૈંડ જમાનત રાશિ પર રિહા કરવામાં આવ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

સોમવારે સુનાવણી દરમિયાન અદાલતને સૂચિત કરવામાં આવી કે લત્તા રામગોબિને ન્યુ આફ્રીકા અલાયંસ ફુટવેર ડિસ્ટ્રીબ્યુટર્સના નિદેશક મહારાજથી ઓગસ્ટ 2015મા મુલાકાત કરી હતી. કંપની કપડા, લિનેન અને ચંપલોની આયાત, નિર્માણ અને વેચાણ કરે છે. મહારાજની કંપની લાંભાંશના આધારે અન્ય કંપનીઓને વિત્તીય મદદ પણ મુહૈયા કરાય છે.

રામગોબિના પરિવાર અને નેટ કેરના દસ્તાવેજને કારણે મહારાજે કર્જ માટે તેમને લેખિત સમજોતો કરાવી લીધો, પરંતુ બાદમાં જયારે તેમને ફર્જીવાડાની ખબર પડી તો તેમણે લત્તા વિરૂદ્ધ અપરાધિક કેસ દાખલ કરાવ્યો.

Shah Jina