આજકાલ મોટાભાગના લોકો ભણી ગણી અને સારી નોકરી કરીવાની ઈચ્છા રાખતા હોય છે. ખેતી તરફ ઘણા ઓછા લોકોનું ધ્યાન હોય છે. ઘણા લોકો તો સારી જમીન હોવા છતાં પણ નોકરી કરવાનો વિચાર કરે છે, કારણ કે લોકોનું માનવું છે કે ખેતીમાંથી સારી આવક નથી મળતી, પરંતુ આજે અમે તમને એવા ત્રણ મિત્રો વિશે જણાવીશું જેમને સારો અભ્યાસ કર્યો હોવા છતાં પણ ખેતી કરવાનું નક્કી કર્યું અને પહેલી સિઝનમાંથી જ 10 લાખ રૂપિયાની કમાણી કરી લીધી.

એમબીએ, બીએસસી અને બીકોમનો અભ્યાસ કરેલા ત્રણ મિત્રોએ ભેગા મળી અને પરિવારની પારંપરિક ખેતીની જગ્યાએ ઓર્ગેનીક ખેતી કરવાનો નિર્ણય કર્યો. જેના માટે તેમને ખેતીની નવી તકનીકને અપનાવી. પહેલી જ સીઝનમાં પરંપરાગત ખેતીની સરખામણીમાં સાત ઘણી આવક વધી ગઈ.
પાંચ એકડ ફળો અને શાકભાજીની ઓર્ગેનિક ખેતીમાં ખર્ચો બાદ કરતા તેમને 10 લાખ રૂપિયાનો નફો મેળવ્યો અને બે દર્ઝનથી પણ વધારે લોકોને રોજગારી પણ પુરી પાડી. હવે પરિસ્થિતિ એવી છે કે તેમના દ્વારા ઉગાડવામાં આવેલા ફળ અને શાકભાજી બનારસ, જોનપુર, પ્રયાગરાજ સમેત પૂર્વાંચલના ઘણા ઘરોમાં પહોંચે છે.

ભારત-નેપાળ બોર્ડરથી નજીક આવેલા યુપીના મહારાજગંજ જિલ્લાના રહેવાસી દુર્ગેશ સિંહ એમબીએની ડિગ્રી ધરાવે છે. દુર્ગેશે પોતાના બે મિત્રો વરુણ શાહી અને આદિત્ય શાહી સાથે મળીને 5 એકડ જમીનની અંદર ઓર્ગેનિક ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો.
આદિત્ય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે ગઈ સીઝનમાં 6 મહિનાની અંદર જ શાકભાજી અને ફળોનું ઉત્પાદન શરૂ થઇ ગયું હતું. કુલ ખર્ચ દોઢ લાખ રૂપિયા આવ્યો. જેમાં વેચાણમાંથી 12 લાખ રૂપિયા મળ્યા. તેનાથી ઉત્સાહ વધ્યો અને સપના પૂર્ણ કરવાની આશા પણ જાગી.