જુઓ માત્ર 2 મિનિટમાં જ ભાજી કઈ રીતે થાય છે તાજી ? આખરે સામે આવી ગઈ પાણીમાં ડુબાડીને ભાજી તાજી કરવાની હકીકત ?

સોશિયલ મીડિયા ઉપર કેટલાક વીડિયો પૂર ઝડપે વાયરલ થઇ જતા હોય છે, ગઈકાલથી એક વીડિયો પણ એવી જ રીતે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ ચીમળાઈ ગયેલી ભાજીને પાણીમાં ડુબાડીને બહાર કાઢે છે અને પછી એ ભાજી એકદમ તાજી બની જોતી જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોઈને ઘણા બધા લોકો દ્વારા અલગ અલગ દાવા પણ કરવામાં આવ્યા હતા. ઘણા લોકોનું કહેવું હતું કે આ વીડિયોને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા હતા કે પાણીની અંદર કોઈ કેમિકલ નાખવામાં આવ્યું છે. જેના કારણે ભાજી તાજી થઇ રહી છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ટેબલ ઉપર ચીમળાયેલી ભાજી પડી છે. તેને એક વ્યક્તિ ઉઠાવે છે અને પછી પાણીની અંદર ડુબાડી તેને બહાર કાઢે છે અને પછી પછી ટેબલ ઉપર ભાજીને મૂકે છે. થોડી જ વારમાં આ ભાજી ધીમે ધીમે તાજી થવા લાગી જાય છે. આ વીડિયો હેરાન કરી દેનારો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જેના બાદ હવે આ વીડિયોની હકીકત સામે આવી છે. મીડિયા દ્વારા આ વીડિયોની તપાસ કરતા સામે આવ્યું છે કે આ વીડિયોની અંદર કોઈપણ પ્રકારનું એડિટિંગ નથી કરવામાં આવ્યું. આ વીડિયોની અંદર જે વાસણમાં પાણી છે તેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે ? અને તેનાથી સ્વાસ્થ્યને કેટલું જોખમ છે ? હજુ તેના વિશેની કોઈ અધિકારીક સૂચનાઓ નથી મળી.

Niraj Patel