તૂટેલા હાથ-પગ લઇને વ્યક્તિએ મિત્રના લગ્નમાં પહોંચી કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે જોઇને રહી જશો હેરાન

એક હાથ-એક પગમાં ફેક્ચર, તો પણ મિત્રના લગ્નમાં કર્યો ધમાકેદાર ડાંસ, જોતા જ રહી ગયા ગામવાળા

મિત્રના લગ્નને લઇને એક અલગ જ એક્સાઇટમેન્ટ જોવા મળે છે. કંઇ પણ હોય એક મિત્ર બીજા મિત્રના લગ્નમાં જરૂર પહોંચવા માગે છે. ક્યારેક ક્યારેક એવી મજબૂરી આવી જાય છે કે જેને કારણે લગ્નમાં પહોંચવું મુશ્કેલ થઇ જાય છે. જો કે, તમને એ જરૂર સાંભળ્યુ હશે કે ‘હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હૈ’. એવામાં એક વ્યક્તિએ કંઇક એવું કરી બતાવ્યુ કે જેને જોઇ બધા જ દંગ રહી ગયા.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યકિત એક હાથ અને એક પગમાં ફેક્ચર હોવા છત્તાં મિત્રના લગ્નમાં પહોંચ્યો અને લગ્નમાં તેણે ખૂબ ડાન્સ પણ કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ એક વીડિયોમાં તમે જોઇ શકો છો કે કોઇના લગ્નમાં બધા લોકો ખૂબ ડાન્સ કરી રહ્યા હોય છે. આ દરમિયાન એક એવો વ્યકિત હોય છે જે પગ અને હાથમાં પાટો બાંધેલો હોવા છત્તાં આ બધુ ભૂલી મિત્રના લગ્નમાં ડાન્સ કરે છે.

તે એવી રીતે કૂદી કૂદી ડાન્સ કરે છે કે લોકો આના પર વિશ્વાસ નથી કરી શકતા. તેની ખુશીનું કોઇ ઠેકાણુ જ ન હોય તેમ લાગી રહ્યુ છે. તેણે તેના એક હાથ અને એક પગ પર ડાન્સ કર્યો હતો. ભોજપુરી ગીત પર ડાન્સ કરતા કરતા તે એકવાર પડી પણ જાય છે પણ પાછળ ઊભેલા લોકો તેને સંભાળી લે છે. તેના ડાન્સને જોઇ બધા હેરાન છે. આ વીડિયોને ઇન્સ્ટા પર rashidjamalofficialbihar નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે,

જેના ટેક્સ્ટમાં લખવામાં આવ્યુ છે- ભાઇનો કોન્ફિડન્સ તો જુઓ. આ ઉપરાંત વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, જીવનમાં આ ભાઇના જવો જોશ રહેવો જોઇએ. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી. એકે તો મજાકમાં કમેન્ટ કરી- કેએલ રાહુલના લગ્નમાં ઋષભ પંત. બીજાએ લખ્યુ- હાથ-પગ તૂટ્યા પણ ડાન્સ ન છૂટ્યો.

Shah Jina