...
   

વાહ… ગુજરાતીઓ માટે ગર્વની વાત.. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં અમદાવાદમાં બની રહેલી આ વસ્તુ વધારશે મંદિરની શોભા, જુઓ

અમદાવાદીઓ પણ રામ મંદિરમાં નિર્માણમાં આપી રહ્યા છે અદભુત ફાળો, આ જગ્યાએ બની રહી છે મંદિરની ખાસ વસ્તુ, સામાન્ય જનતા પણ લઇ શકે છે જોવાનો લ્હાવો.. જુઓ

Flagpole of Ram Mandir built in Ahmedabad : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને 22 જાન્યુઆરીના રોજ મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા પણ થવાની છે, જેને લઈને દેશભરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા માટેની તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ છે અને લાખો લોકો આ દિવસે અયોધ્યા જવા માટે પણ આતુર બની રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે ગુજરાત માટે પણ એક ગૌરવ ભર્યા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના ધ્વજ દંડનું નિર્માણ અમદાવાદમાં થઈ રહ્યું છે.

અમદાવાદમાં બની રહ્યા છે ધ્વજ દંડ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં આવેલી ગોતા વિસ્તારની અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સમાં રામ મંદિર માટે 7 ધ્વજ દંડ તૈયાર થૈ રહ્યા છે. જેમાં મુખ્ય ધ્વજ દંડ 5500 કિલો વજનનો અને 44 ફૂટ ઊંચો છે. આ ઉપરાંત 20 ફૂટ અને 700 કિલો વજનના 6 ધ્વજદંડ પણ બનાવવામાં આવી રહ્યા છે.  આ કામ ભરત મેવાડાની ફેકટરીમાં થઇ રહ્યું છે. તેમને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ અમારી ત્રીજી પેઢી છે અને અમારો મેવાડા પરિવાર છેલ્લા 81 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે.

પુરજોશમાં ચાલી રહી છે કામગીરી :

આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે અમે અનેક મંદિરો માટે ધ્વજ દંડ બનાવ્યા છે અને અન્ય કામગીરી પણ કરી છે. રામ મંદિરના દંડની કામગીરી વિશે તેમને એમ પણ જણાવ્યું કે, “કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એક મુખ્ય ધ્વજસ્તંભ સહિત સાત ધ્વજ સ્તંભો છે, જેનું વજન 5,500 કિલો છે. ધ્વજ સ્તંભ પિત્તળમાંથી બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મંદિરમાં ઝુમ્મર, દીવા પણ અહીંથી સપ્લાય કરવામાં આવ્યા છે. રામ મંદિરના દરવાજામાં ક્રાફ્ટનું પિતળનું હાર્ડવેર સ્પેશિયલ વાપરવામાં આવ્યું છે. તેમજ રામ મંદિરના દરવાજામાં 10 કિલોનું એક એંગલ વાપરવામાં આવ્યું છે. તેમજ દરવાજાનું કામ ચાલી રહ્યું છે.

જાહેર જનતા પણ માણી શકે છે :

આ સ્તંભ જાહેર જનતા પણ જોઈ શકે તેવી સુવિધા પણ રાખવામાં આવી છે. જેમાં લોકો માટે ધ્વજ સ્તંભના દર્શનનો સમય સવારે 6થી સાંજના 6-7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસથી રોજ 100-200 લોકો ધ્વજદંડના દર્શન કરવા આવી રહ્યા છે. હજુ 18 ડિસેમ્બર સુધી ધ્વજ સ્તંભ અહીં રહેશે. જેમ જેમ આ સ્તંભનું નિર્માણ અમદાવાદમાં થઇ રહ્યું છે તેના વિશે લોકોને જાણ થશે તેમ તેમ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી પહોંચશે.

Niraj Patel