અભિનેત્રી અનિતા હસનંદાનીના ઘરે ગુંજી કિલકારી, પતિ એ શેર કરી ગુડ ન્યૂઝ

કરીના કપૂર કરતા પહેલા બાળકને જન્મ આપી દીધો…દીકરા ને જન્મ આપ્યો કે દીકરીને? જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી અનિતા હસનંદાનીના ચાહકો માટે ખુબ જ સારા સમાચાર છે. અનિતા હસનંદાનીએ 8 વર્ષ પહેલા રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા અને હવે તે એક દીકરાની માતા બની ચુકી છે. અને આ વાતની જાણકારી અનિતાના પતિ રોહિતે જણાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

અનિતાએ 9 ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી તેના પતિએ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે. અનિતાના દીકરાની પહેલી ઝલક પણ સામે આવી છે. તેઓ બંને પોતાના ઘરે આવેલા મહેમાનને લઈને ખુબ જ ઉત્સુક છે.

Image source

અનિતા અને તેના પતિની હોસ્પિટલની અંદરની એક તસવીર સોશિયલ મોડિયામાં વાયરલ થઇ છે જેમાં તમે કપલના ચહેરા પરની ખુશી જોઈ શકો છો. આ તસવીરોમાં એક તસવીર તેને દીકરાની પણ છે. જેમાં તેના જન્મ પછીની છે. આ તસવીરમાં દીકરાની ઝલક ફોનની સ્ક્રીન પર જોવા મળી રહી છે. જેમ તે જન્મ પછી વગર કપડાએ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

ફેન્સ બાળકના જન્મ પર ખુબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે. જણાવી દઈએ કે ડિલિવરીથી થોડા સમય પહેલા જ રોહિતે અનિતા સાથે ફોટોશૂટની તસવીર શેર કરે હતી જેમાં તે અનીતાને ગાલ પર કિસ કરતો જોવા મળ્યો હતો. અનિતા પ્રેગનેંસી દરમિયાન સોશ્યિલ મીડિયા પર ખુબ જ સક્રિય રહી છે, તેને બેબી બમ્પને લાઈને અલગ અલગ ફોટોશૂટ પણ કરાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

અનિતાને ટીવી પર કામ કરવાને કારણે તેને ઘરે ઘરે ઓળખાણ મળી હતી. તેને એકતા કપૂરની સિરિયલ ‘કાવ્યાંજલિ’ થી લોકોના દિલમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી હતી. તેના પછી તેને ‘યે હે મોહબ્બતેં’, ‘નાગિન’ જેવી સીરિયલમાં પણ તેને કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

Patel Meet