10 વર્ષ સખત મહેનત અને પરિણામ IPS, કોન્સ્ટેબલની મહેનત લાખો યુવાનો માટે બની પ્રેરણા સમાન, વાંચો સફળતાની કહાની

આપણી આસપાસ એવી ઘણી કહાનીઓ છે જેમાંથી આપણે પ્રેરણા મેળવી શકીએ.  ઘણા લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યા હોવાના લાખો કિસ્સાઓ આપણી આસપાસ છે. આવો જ એક કિસ્સો દિલ્હીમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલે સતત 10 વર્ષ મહેનત કર્યા બાદ IPSની પદવી મેળવી.

દિલ્હીના પોલીસ કોન્સ્ટેબલે પોતાની લગન અને મહેનત દ્વારા UPSCની પરીક્ષા પાસ કરી છે. આ કોન્સ્ટેબલ હતો દિલ્હી પોલીસની PCR યુનિટમાં ફરજ બજાવી રહેલા ફિરોજ આલમ. જેને હાલમાં જ યુપીએસસી પરીક્ષા પાસ કરી છે અને DANICS અંતર્ગત તે હવે દિલ્હીમાં ACPની તાલીમ લઇ રહ્યા છે.

ફિરોજ આલમે 10 વર્ષ પોલીસ કોન્સ્ટેબલ પદ ઉપર નોકરી કરી. તેની સાથે જ તે સતત તમામ પ્ર્તીયોગી પરીક્ષાઓની તૈયારીઓ પણ કરતો રહ્યો. તેને દેશની સૌથી પ્રતિષ્ઠિત યુપીએસસીની તૈયારી કરી અને આ પરીક્ષામાં કવોલિફાઇ કરીને એ સાબિત કરી આપ્યું કે મહેનત રંગ જરૂર લાવે છે. ફિરોજ દિલ્હી પોલીસમાં એસીપી બની ગયો. હાલમાં તેની ટ્રેનિંગ દિલ્હી પોલીસ ટ્રેનિંગ સેન્ટર ઝડૌદાકલામાં ચાલી હરિ છે અને આવતા વર્ષે માર્ચ સુધી તે ડ્યુટી ઉપર પણ જોડાઈ જશે.

ફિરોજ મૂળ રૂપે હાપુડ પીલખુવાનો રહેવા વાળો છે. તેનો જન્મ પીલખુવાના આજમપુર દેહરા ગામની અંદર થયો હતો. મોહમ્મ્દ શહાદત અને મુન્ની બાનોના ઘરે જન્મેલા ફિરોજે 12મુ ધોરણ પાસ કર્યા બાદ 2010માં પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી શરૂ કરી. ફિરોજના 5 ભાઈઓ અને ત્રણ બહેનો છે.

ફિરોજ જણાવે છે કે વર્ષ 2010માં દિલ્હી પોલીસમાં જોડાયા બાદ પોતાના સિનિયર ઓફિસરોના કામકાજની રીત અને રુતબાને જોઈને ખુબ જ પ્રભાવિત થયો હતો. તેમને જોઈને મેં પણ નક્કી કર્યું કે હું પણ ઓફિસર બનીશ અને તેનો એક માત્ર રસ્તો હતો યુપીએસી ક્લિયર કરવાનો. પોતાની કોન્સ્ટેબલની નોકરી કરવાની સાથે તે પરીક્ષાની તૈયારીમાં પણ લાગી ગયો.

ફિરોજ જણાવે છે કે, “યુપીએસસી પાસ કરવાનું જે મેં વિચાર્યું હતું તેટલું સરળ નથી. હું સતત ફેલ થતો ગયો. પાંચવાર અસફળ થયા બાદ મેં ઓફિસર બનવાનું સપનું જોવાનું લગભગ છોડી દીધું હતું. પરંતુ મારી સાથે જ રાજસ્થાનના ઝુંઝનું જિલ્લાના નવલગઢ તાલુકાના દેવીપુરા ગામના વિજયસિંહ ગુર્જર જયારે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલમાંથી આઇપીએસ બનાયા ત્યારે મારામાં પણ હિંમત આવી અને મેં છઠ્ઠો પ્રયત્ન કર્યો. વર્ષ 2019માં મેં 645મી રેન્ક સાથે યુપીએસસી પાસ કરી.”

Niraj Patel