વાયરલ

ટોયલેટમાં જવા જતો હતો આ ભાઈ અને અચાનક નજર પડી કમોડની અંદર, પછી જે નીકળ્યું તે જોઈને તમારા પણ શ્વાસ થંભી જશે, જુઓ વીડિયો

ઘણીવાર લોકો ટોયલેટમાં જતા હોય છે અને ત્યાં કોઈ જીવ જંતુ જોઈ જતા બુમાબુમ કરી મુકતા હોય છે, ખાસ કરીને છોકરીઓને ગરોળીની પણ બીક લાગે છે અને તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ટોયલેટમાંથી ઘણીવાર સાપ નીકળવાની પણ  ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલ ટોયલેટમાંથી પાટલા ઘો નીકળવાનો વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તાત્કાલિક કામ માટે શૌચાલયમાં જાય છે જ્યાં તેને કંઈક અજુગતું દેખાયું. જે પછી તે સતર્ક થઈ જાય છે અને પછી આખી ઘટના રેકોર્ડ કરવાનું વિચારે છે. આ દરમિયાન, એક મોટી પાટલા ઘો સૌપ્રથમ ટોઇલેટ સીટની અંદર તેની જીભ બહાર કાઢતી જોઈ શકાય છે. તે જ સમયે, ધીમે ધીમે પાટલા ઘો બહાર આવે છે અને તેને સ્પષ્ટ જોઈ શકાય છે.

પાટલા ઘોને ટોયલેટ સીટમાંથી બહાર આવતી જોઈને બધાના હોશ ઉડી ગયા. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતાની સાથે જ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ નોંધાવવાનું શરૂ કરી દીધું હતું. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે આ નજારો ખરેખર ખૂબ જ ડરામણો છે. અન્ય એક યુઝરે કહ્યું કે કલ્પના કરો કે જો આ વ્યક્તિ જોયા વિના ટોયલેટ સીટ પર બેસી ગયો હોત તો શું થયું હોત.

 

View this post on Instagram

 

A post shared by Trolls Officials (@trolls_official)

આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. જેને શેર કરવાની સાથે કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે ‘બચકે રહેના રે બાબા’. વીડિયો જોયા બાદ યુઝર્સ તેના વિશે ખૂબ જ સાવધ દેખાઈ રહ્યા છે.