ગાંધીનગરના ગિફ્ટસિટીમાં 69મો ફિલ્મફેર એવોર્ડમાં બોલીવુડની હસીનાઓનો જલવો જોઈને હોંશ ઉડી જશે

69મો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતના ગાંધીનગરમાં યોજાયો હતો. આ બે દિવસીય એવોર્ડ ફંક્શન 27 જાન્યુઆરીથી શરૂ થયુ હતુ. આ સમારોહમાં અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. એવોર્ડ્સનું વિતરણ ઘણી કેટેગરીમાં કરવામાં આવ્યું હતું,

જેમાંથી બોલિવૂડના હિટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. એક કપલ તરીકે બંને માટે આ ખૂબ જ ખાસ ક્ષણ હતી.

રણબીર કપૂરને આ એવોર્ડ તેની બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ માટે તો આલિયાને રોકી ઔર રાની કી પ્રેમ કહાની માટે મળ્યો હતો. 12th ફેલ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળેલા વિક્રાંત મેસીને બેસ્ટ એક્ટર ક્રિટિક્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ 12th ફેલને મળ્યો. રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિકનો એવોર્ડ ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે મળ્યો, જ્યારે શેફાલી શાહને થ્રી ઓફ અસ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો.

69માં ફિલ્મફેર એવોર્ડમાં તૃપ્તિ ડિમરી, નરગીસ ફખરી, કરિશ્મા કપૂર અને કાર્તિક આર્યન સહિત બોલિવુડની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. શબાના આઝમીને 69માં ફિલ્મફેરમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી ફીમેલનો એવોર્ડ મળ્યો.

દેવાશિષ માખીજાની જોરમને બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો, જ્યારે ‘ડંકી’ માટે વિકી કૌશલને સહાયક અભિનેતા મેલનો એવોર્ડ મળ્યો.

વિધુ વિનોદ ચોપરાને ’12th ફેલ’ માટે ફિલ્મફેર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે. આ પહેલા પણ દિગ્દર્શક પોતાના કરિયરમાં બીજી ઘણી શાનદાર ફિલ્મો આપી ચૂક્યા છે. ડિરેક્ટર ડેવિડ ધવનને 69માં ફિલ્મફેર એવોર્ડ્સમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે.

દિગ્દર્શકે બોલિવૂડને ઘણી દમદાર ફિલ્મો આપી છે. ભુપિન્દર બબ્બલને ગુજરાત ટુરીઝમ સાથેના 69મા ફિલ્મફેર એવોર્ડમાં ‘એનિમલ’ના ‘અર્જન વેલી’ માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

શિલ્પા રાવને ‘બેશરમ રંગ’ માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. પરફોર્મન્સની વાત કરીએ તો, સારા અલી ખાને ફિલ્મફેરના સેન્ટર સ્ટેજ પર વર્ચસ્વ જમાવ્યું હતુ, તેના ડાન્સ મૂવ્સે બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત વરુણ ધવને પણ સ્ટેજ પર પોતાના ડાન્સથી આગ લગાવી દીધી હતી મૃણાલ ઠાકુર અને કરિશ્મા કપૂર તેને સપોર્ટ કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

આલિયા અને રણબીરે પણ જમાલ કુડુ પર ડાંસ કર્યો હતો. શાહરૂખ ખાનની ફિલ્મ જવાને ગયા વર્ષે બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી હતી. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ પણ આવી છે. ત્યારે આ ફિલ્મને આ વર્ષના ફિલ્મફેરમાં બેસ્ટ એક્શન મૂવીનો એવોર્ડ મળ્યો છે. આ સિવાય ફિલ્મ બેસ્ટ VFXમાં પણ એવોર્ડ જીતી છે. ત્યાં ગયા વર્ષે રીલિઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરમાં જીતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ સિવાય એનિમલને બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન કેટેગરીમાં પણ એવોર્ડ મળ્યો. આ ઉપરાંત વિકી કૌશલની ફિલ્મ સૈમ બહાદુરે ફિલ્મફેરમાં સૌથી વધુ એવોર્ડ જીત્યા છે. આ ફિલ્મને સર્વપ્રથમ શ્રેષ્ઠ પોશાકની શ્રેણીમાં એવોર્ડ મળ્યો અને શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન તેમજ શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇનનો પણ એવોર્ડ મળ્યો. આ ફિલ્મો સિવાય જો આલિયા ભટ્ટ-રણવીર સિંહ સ્ટારર ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીની વાત કરીએ તો આ ફિલ્મના ગીત ‘વ્હોટ ઝુમકા’ શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે ગણેશ આચાર્યને એવોર્ડ મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

આ સિવાય 12th ફેલને બેસ્ટ એડિટિંગ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મફેર 2024ની વાત કરીએ તો, સ્ટાર્સે રેડ કાર્પેટ પર તેમની સુંદરતા બતાવી. આ દરમિયાન કરણ જોહર, નુસરત ભરૂચા, જાહ્નવી કપૂર, કરિશ્મા તન્ના સહિત ઘણા સ્ટાર્સ પોતાના લુકથી પ્રભાવિત કરતા જોવા મળ્યા હતા. શનિવારના રોજ અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાએ શોને હોસ્ટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina