ઘોડાએ પગ વડે મગરને કચડી નખવાની કરી કોશિશ, તો મગરની થઇ આવી હાલત, જુઓ વાયરલ વીડિયો

આજના સમયમાં લોકો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો જોવા મળતા હોય છે. જેમાના અમુક ફની તો અમુક હેરાન કરી દેનારા હોય છે. સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વીડિયો ઘણા વાયરલ થતા હોય છે. તમે જંગલી પ્રાણીઓની લડાઈ, શિકાર વગેરેને લગતા પણ ઘણા વિડીયો જોયા હશે. એવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે. જેમાં ખતરનાક પ્રાણી એવા મરમચ્છ અને ઘોડાની લડાઈ થતી જોવા મળે છે.વીડિયોને જોઈને સારા સારા લોકોની ધ્રુજારી છૂટી જશે.

જો કે મગર અને ઘોડાની લડાઈ વિશેની વાત સાંભળવી થોડી વિચિત્ર લાગે છે પણ આ એકદમ સાચી બાબત છે.તમે પણ વિચારમાં પડી જશો કે આખરે મગરમચ્છ તો પાણીમાં શિકાર કરવા માટે ઓળખવામાં આવે છે અને તે વળી ઘોડા સાથે લડાઈ કેવી રીતે કરી ગયો! વીડિયોમાં જોઈ શકાય છે કે એક મગર ખુલ્લા મેદાનમાં સૂતેલો છે અને તેની નજીકની જગ્યા પર અનેક ઘોડાઓ ઘાસ ચરી રહ્યા છે.

એવામાં અચાનક જ ઘોડાના ટોળામાંથી એક ઘોડો મગર પાસે આવી પહોંચે છે અને પોતાના  પગ વડે મગરને કચળી નાખવાની કોશિશ કરે છે. જો કે મગર પણ પોતાનો બચાવ કરે છે અને તે પણ ઉછળીને ઘોડા પર હુમલો કરી દે છે.મગરનો હુમલો કરતા જ ઘોડો ત્યાંથી ભાગી જાય છે. કદાચ ઘોડાને તે અનુમાન પણ નહિ હોય કે મગર આવી રીતે તેના પર હુમલો કરી દેશે. ત્યાં હાજર એક વ્યક્તિએ બંનેની લડાઈનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો અને યુ ટ્યુબ પર પોસ્ટ કર્યો હતો. વીડિયો અત્યાર સુધીમાં અનેક વાર જોવામાં આવી ચુક્યો છે.

Krishna Patel