Viral Video: નદીમાં ઘોડાપુર આવતા ફસાયા બાળકો, મોતના મુખમાંથી ખેંચી લાવ્યો પિતા

પેટા આ પિતા તેના બાળકોના જીવ બચાવવા કુદરત સામે બાથ ભીડી, વીડિયો જોઈ રૂવાડા ઉભા થઈ જશે

માતા પિતાના પ્રેમની સામે બધી વસ્તુ તુચ્છ છે. તેમના પ્રેમની કોઈ કિંમત ન કરી શકાય. એમાય જો બાળકો પર કોઈ આપત્તિ આવે તો પોતાના જીવના જોખમે બાળકને બચાવી લે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા પોતાના સંતાનોને બાથમાં પકડીને નદીના સામા પૂરે ચાલી રહ્યા છે. વીડિયોમાં તમે જોશે કે આ પિતા કેવી રીતે પાણીના ધસમસતા પ્રવાહ સામે અડિખમ ઉભા રહીને પોતાના બાળકોના જીવ બચાવે છે.

ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો ક્યાનો છે તો તે જાણી શકાયું નથી પરંતુ દરેક લોકો આ વ્યક્તિની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે એક નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને તેની એક વ્યક્તિ પોતાના સંતાનોને બાથમાં પકડીને નદીની વચ્ચે ઉભો છે. તે પોતાના બાળકોને બચવવા ખુબ મહેનત કરી રહ્યો છે. આ દરમિયાન પાણીના તેજ પ્રવાહને કારણે તે ઘણીવાર લપસી પણ જાય છે પંરતુ પિતાની ઈચ્છાશક્તિ આગળ જાણે પ્રકૃતિ પણ ઝુકી ગઈ હોય તેમ લાગે છે.

આ વ્યક્તિ પોતાના બાળકોને એક સેકેન્ડ માટે પણ પોતાની છાતી અળગા થવા દેતો નથી. કારણ કે, જો જરા પણ ભૂલ થાય તો પાણીનો પ્રવાહ એટલો તેજ હતો તે તેમના સંતાનો તણાઈ જાય. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આ વ્યક્તિ ધૈર્ય ખોતો નથી અને નદીમાં સામા પૂરે ધીમે ધીમે ચાલવા લાગે છે. તો બીજી તરફ સામા કાંઠે કેટલાક લોકો ઉભેલા હોય છે. આ દ્રશ્ય જોઈ તેમના પણ શ્વાસ અધર ચડી જાય છે.

જો કે નદીનો પ્રવાહ ખુબ તેજ હોવાથી કોઈ પણ અન્ય વ્યક્તિ નદીમાં પડવાની હિંમત કરતું નથી. પરંતુ કહેવાય છે ને કે, બાપ બાપ હોય છે. બસ આવું જ આ ઘટનામાં જોવા મળ્યું. પોતાના જીવની પરવા કર્યા વિના બાળકોને જાણે મોતના મુખમાંથી ખેચી લાવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ વ્યક્તિએ મહામહેનતે બન્ને બાળકોને કાઠા સુધી લાવ્યા અને ત્યાં ઉભેલા લોકોએ ત્રણેયને બહાર ખેચી લીધા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ પિતાની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

YC