...
   

ખેડૂતોનું આજે ‘ભારત બંધ’: 5 કલાક સુધી ચાલેલ ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ, કેન્દ્રએ માગ્યો…

ખેડૂતો અને સરકાર વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત નિષ્ફળ, MSP પર અડેલા ખેડૂતો, બળ પ્રયોગ પર જતાવી આપત્તિ

ખેડૂતોએ MSP પર કસી નાખી કમર, 5 કલાક સુધી ચાલેલ ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ, કેન્દ્રએ માગ્યો સમય

કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ગુરુવારે સાંજે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ ગઈ. દિલ્હીની તમામ સરહદો પર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. લેટેસ્ટ અપડેટ મુજબ ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે તેવું સામે આવ્યું છે. આ સાથે હવે 16મી ફેબ્રુઆરીએ એટલે કે આજે માત્ર પંજાબના ખેડૂતો જ નહીં પરંતુ દેશભરના ખેડૂત સંગઠનો પણ તેમની માંગણીઓ સાથે સરકાર સામે એકસાથે ઉભા રહેશે. ખેડૂતોએ આજે શુક્રવારે ભારત બંધનું એલાન આપ્યું છે.

ખેડૂતોએ કહ્યું કે તેઓ તેમનો શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રાખશે. હરિયાણા સરકાર અમારા પર ગોળીબાર કરી રહી છે, સરકારે આવું ન કરવું જોઈએ. ખેડૂતોએ સરકાર સમક્ષ 13 માંગણીઓ મૂકી છે જેમાં લખીમપુર ખીરી, ગૃહ મંત્રાલય, રેલ્વે અને નવા કાયદા હેઠળ લેવાયેલા કેસ અને નકલી બિયારણ પર પ્રતિબંધ જેવી માંગણીઓ સામેલ છે. સરકાર અને ખેડૂતો વચ્ચે ત્રીજા રાઉન્ડની બેઠક પણ નિષ્ફળ ગઈ. આ બેઠકમાં કોઈ સફળતા મળી નથી. વાસ્તવમાં, ખેડૂતો એમએસપીને લઈને સતત અડગ છે.

આ સાથે સરકારે સમજાવ્યું કે શા માટે એમએસપીને રાતોરાત કાયદેસર ન કરી શકાય. ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. આ બેઠક મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે પૂરી થઈ હતી. જો કે, ફરી એકવાર બેઠકમાં ખેડૂતોની તમામ માંગણીઓ પર કોઈ સહમતિ સધાઈ શકી નથી. હવે ફરી એકવાર ચોથા રાઉન્ડની વાતચીત રવિવારે થશે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાએ આજે ​​એટલે કે 16મી ફેબ્રુઆરી શુક્રવારે ભારત બંધનું આહ્વાન કર્યું છે.

ખેડૂતોના ભારત બંધમાં ટ્રક અને ટ્રેડ યુનિયન પણ સામેલ છે. દિલ્હીથી પંજાબ, હરિયાણા અને યુપીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખેડૂતોના ભારત બંધને ધ્યાનમાં રાખીને પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ખેડૂત સંગઠનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવા માટે આગામી બેઠક રવિવારે સાંજે 6 કલાકે નક્કી કરવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે એક સપ્તાહમાં ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની ત્રીજી બેઠક દરમિયાન ખૂબ લાંબી ચર્ચા થઈ.

પંજાબના વડા હોવાને કારણે તેઓ અહીં પોતાના લોકો માટે આવ્યા હતા. દરેક વિષય પર વિગતવાર ચર્ચા થઈ, ખૂબ જ સકારાત્મક વાતચીત થઈ. ઘણા મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે અને બાકીના મુદ્દાઓ પર પણ પહોંચી જશે. અમે કેન્દ્ર સરકાર પાસેથી આશ્વાસન લીધુ છે. ખેડૂત સંગઠન તરફથી પણ શાંતિ રાખવા આશ્વાસન લીધુ છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ભારત બંધ પર નિવેદન આપતાં જણાવ્યું કે ખેડૂતોનો આગળનો ઈરાદો શું છે.

આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે ભારત બંધની રણનીતિ શું છે. જણાવી દઈએ કે ખેડૂતો તેમની અનેક માંગણીઓ માટે ફરી આંદોલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણાના ઘણા ખેડૂતો દિલ્હી કૂચ કરવાની વાત કરીને ત્યાંથી નીકળી ગયા છે. ઘણા મોટા ખેડૂત નેતાઓએ ભારત બંધનું એલાન આપ્યું હતું. ખેડૂતોના વિરોધ અંગે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે ‘ગ્રામીણ ભારત બંધ’ની વાત કરી છે જેથી આવતીકાલે ખેડૂતો તેમના ખેતરમાં ન જાય. આ મોટો સંદેશ આપશે.

આ આંદોલનમાં એક નવી વિચારધારા છે, નવી પદ્ધતિ છે. હાઈવે બંધ નહીં થાય, મિટિંગ ચાલુ રહેશે અને અમે ત્યાં નિર્ણય લઈશું. 17 ફેબ્રુઆરીએ સિસૌલીમાં માસિક પંચાયત યોજાશે. એમએસપી પર અમારી માંગ છે પરંતુ પંજાબ અને હરિયાણામાં બની રહેલી ઘટનાઓ પર રણનીતિ બનાવવી પડશે. અમને એવી ઉમ્મીદ છે. અમે કહ્યું છે કે ભીડ તરીકે એકઠા ન થાઓ, જ્યાં સુધી બંધનો સવાલ છે, અમે લોકોને સ્વેચ્છાએ ભાગ લેવા વિનંતી કરી છે.

Shah Jina