સ્ટેડિયમમાં સતત ટ્રોલ થઇ રહ્યો છે હાર્દિક પંડ્યા, મેદાનમાં લાગી રહ્યા છે રોહિત રોહિતના નારા, ગુસ્સે ભરાયેલા પંડ્યાએ કર્યું એવું કામ કે લોકોએ વધુ કર્યો ટ્રોલ
Fans were chanting Rohit-Rohit : IPLની નવી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઘણા વિવાદોથી ઘેરાયેલી છે. ટીમના જૂના કેપ્ટન રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવવાનો નિર્ણય ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. મુંબઈના ઘણા પ્રશંસકો આ નિર્ણયથી નારાજ છે કારણ કે ટીમે રોહિત શર્માના નેતૃત્વમાં ઘણા ખિતાબ જીત્યા છે. પ્રથમ બે મેચમાં ટીમની હાર બાદ નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની ઘણી ટીકા થઈ રહી છે. તેની કેપ્ટનશિપ અને ટીમ સિલેક્શન પર સવાલો ઉઠી રહ્યા છે.
જોકે હાર માટે આખી ટીમ જવાબદાર છે, પરંતુ કેપ્ટનને વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે, આ વીડિયો તેની ઈમેજ પર પણ ગંભીર અસર કરી શકે છે. એકંદરે, મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝન અત્યાર સુધી ઘણી પડકારજનક રહી છે અને ટીમ મેનેજમેન્ટે શક્ય તેટલી વહેલી તકે સમસ્યાઓનો ઉકેલ શોધવો પડશે. IPL 2024ની શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોનો ગુસ્સો સામે આવ્યો હતો.
મેચ દરમિયાન સ્ટેડિયમમાં ‘રોહિત-રોહિત’ના નારા લાગ્યા હતા અને હાર્દિક પંડ્યાને નિશાન બનાવવામાં આવ્યા હતા. એક વિડીયો લીક થયો હતો જેમાં હાર્દિક પંડ્યા આકાશ અંબાણી સાથે વાત કરતો હતો અને પછી જ્યારે ડ્રેસિંગ રૂમમાં પાછો જવા લાગ્યો તો સ્ટેડિયમમાં રહેલા ફેન્સ રોહિત-રોહિતની બૂમો પાડવા લાગ્યા અને એ સમયે પાછા ફરતા પંડ્યા સ્ટેડિયમની ફેન્સીંગમાં હાથ પછાડતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ ચાહકોએ તેને જોરદાર ટ્રોલ કરી હતી.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પણ વિવાદોમાં રહી છે. પ્રથમ બે મેચમાં મુંબઈને ખોટી બોલિંગ પસંદગી, બેટિંગ ઓર્ડરની ભૂલો અને ધીમી બેટિંગના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઇટન્સ સામે 6 રને અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 31 રનથી મળેલી હારથી પંડ્યાની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થયા છે. પૂર્વ કેપ્ટન રોહિત શર્માને સ્ટેડિયમમાં ભારે સમર્થન મળ્યું હતું. ચાહકો તેનું નામ લઈને તેની તરફેણમાં નારા લગાવી રહ્યા હતા. શર્માને અચાનક સુકાનીપદેથી હટાવવાનો નિર્ણય કોઈને પસંદ આવ્યો નથી.
Look at his frustration Rohit – Rohit chants and he banged his hands on the fencing @hardikpandya7 you’ll suffer more pic.twitter.com/9M4gRsrVnI
— VIVEK ( # ) (@UniquePullShot) March 28, 2024