મુંબઈની હાર બાદ ગુસ્સે ભરાયા MIના ચાહકો, મોટી સ્ક્રીન પર ચાલી રહેલા હાર્દિકના ઇન્ટરવ્યૂ સમયે ફેંકી બોટલો અને માર્યા ચપ્પલ.. જુઓ વીડિયો

MIની સતત બીજી હાર બાદ લોકો હવે હાર્દિકને કરી રહ્યા છે ટ્રોલ, કપ્તાન પર ફેંક્યા જૂતા-ચપ્પલ, બોટલો અને બાલ્ટીઓ, જુઓ વીડિયો

Fans threw slippers and bottles at Hardik : આઇપીએલની શરૂઆત ખુબ જ શાનદાર રીતે થઇ છે, દરેક મેચ ખુબ જ રોમાંચક બની રહી છે. ત્યારે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ તો ઇતિહાસ બનાવી ગઈ અને આ મેચમાં અનેક નાના-મોટા રેકોર્ડ બન્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની ટીમને SRH vs MI મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં હાર બાદ મુંબઈના સમર્થકો મેદાનમાં જ હાર્દિક પંડ્યા સામે ગુસ્સો ઠાલવી રહ્યા હતા અને હુરિયો બોલાવી રહ્યા હતા.

આ સાથે, એક એવી પણ ઘટના પણ જોવા મળી છે જેમાં હાર્દિક પંડ્યા પર જૂતા અને ચપ્પલનો વરસાદ કરવામાં આવ્યો હતો.  IPL 2024 માં GT vs MIની મેચ  સમાપ્ત થયા બાદ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો મેચ પછીની પ્રેઝન્ટેશન માટે ઇન્ટરવ્યુ લેવાઈ રહ્યો હતો. જેમાં સમર્થકોએ તેના પર જૂતા, ચપ્પલ અને બોટલનો વરસાદ કર્યો. આ ઘટનાક્રમ જોયા બાદ હાર્દિક પંડ્યાના તમામ સમર્થકો ભારે નિરાશ થયા છે.

પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ઘટના મેદાનમાં નહીં પરંતુ એક સમર્થકના ઘરે બની હતી. આ સમર્થકો પ્રોજેક્ટર દ્વારા મેચ જોઈ રહ્યા હતા અને આ ઘટના ત્યારે બની જ્યારે હાર્દિક સ્ક્રીન પર જોવા મળ્યો. જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે રોહિત શર્માને તેના પદ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમની કપ્તાની સોંપી છે ત્યારથી હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સના સમર્થકો સોશિયલ મીડિયા પર ખૂબ જ નિરાશ થઈ ગયા છે.

આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે GT vs MI મેચ બાદ રોહિત શર્માના સમર્થકો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે, મેદાનમાં હાર્દિક પંડ્યા વિરુદ્ધ હજુ પણ બૂમાબૂમ અને સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે અને તેને ટ્રોલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈ તેની પહેલી બંને મેચ હારી ચૂક્યું છે. પહેલી મેચમાં ગુજરાત સામે હારનો સામનો કર્યા બાદ હૈદરાબાદ સામે પણ મુંબઈને કારમી હારનો સામનો કરવો પડ્યો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel