IPLમાં ચીયર લીડરની પાછળ ઉભા રહીને આ યુવક કરી રહ્યો હતો એવું કામ કે જોતી જ રહી ગઈ ગુજરાત પોલીસ… વીડિયો થયો વાયરલ

IPLની લાઈવે મેચમાં પોલીસના જવાનની સામે ઉભા રહીને યુવક કરી રહ્યો હતો એવું કામ કે પોલીસે પણ ઉભા ઉભા જ લીધી મઝા, જુઓ વીડિયો

Cheer Girls Dance Video : હવે આઇપીએલનો માહોલ શાંત થવાના આરા પર છે, આવતી કાલથી પ્લેઓફ મુકાબલા શરૂ થશે અને આવતા રવિવારના રોજ IPL 2023ની વિજેતા ટીમ કઈ હશે તે પણ ખબર પડી જશે. ત્યારે ઈન્ટરનેટ પર પણ આઇપીએલના ઘણા બધા વિડીયો અને તસવીરો વાયરલ થતી હોય છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે.

આ વર્ષની આઈપીલ દર્શકો માટે ખાસ રહી, દરેક મેચ ખુબ જ રોમાંચક બની પરંતુ સાથે સાથેઆઇપીએલ ખાસ હોવાનું પહેલું કારણ તો એ હતું કે આ વર્ષે જીઓ સિનેમામાં દર્શકો ફ્રી આઇપીએલ માણી શક્યા અને બીજું એ હતું કે આ વર્ષે આપીપેલમાં ચીયર લીડર્સ પણ જોવા મળી હતી. ત્યારે ચીયર લીડર્સના પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતા હોય છે.

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં દર્શકો અને ચીયર ગર્લ્સ લોકોનું મનોરંજન કરવામાં મદદ કરતા જોવા મળે છે. ત્યારે હાલ પણ એક એવો જ વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં એક યુવક સ્ટેડિયમમાં ચીયર ગર્લ્સની નકલ કરતો અને મ્યુઝિક બીટ પર ડાન્સ કરતો જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ચીયર લીડર્સ બાઉન્ડ્રીની બહાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન ચીયર ગર્લ્સની પાછળ ઊભેલો એક યુવક ચિયર લીડર્સની નકલ કરતો જોવા મળે છે. આ ઘટના ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની IPL મેચ દરમિયાન કેપ્ચર કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

આર્મી લવર રાહુલ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘણા યુઝર્સે પણ શોમાં ડાન્સ કરવા અને કોપી  કરવાના યુવાનોના આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી. ત્યારે તેની સામે એક પોલીસકર્મી એ યુવકને જોતો જોવા મળે છે, કોમેન્ટમાં આ પોલીસકર્મીના પણ લોકો વખાણ કરતા જોવા મળ્યા.

Niraj Patel